ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર બની 300 રૂમની અત્યાધુનિક સુવિધા વાળી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયત

ગુજરાત વિકાસની દિશામાં ખુબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે હવે ગુજરાતીઓ માટે ગાંધીનગરમાં એક ભવ્ય 5 સ્ટાર હોટલનું નિર્માણ થયું છે અને આ 300 રૂમ વાળી વૈભાવી હોટલ ગાંધીનગર રેલવે ટ્રેકની ઉપર નિર્માણ કરવામાં આવી છે. દેશના કોઈપણ રેલવે સ્ટેશન ઉપર આવી હોટલ નથી અને ના કદાચ કોઈ બનશે.

ગાંધીનગરના આ રેલવે સ્ટેશનને પણ ખુબ જ આકર્ષક અને આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ પ્રાર્થના રૂમ અને બેબી ફીડિંગ રૂમની સાથે સાથે પ્રાથમિક ઉપચાર માટે એક નાની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ રેલવે સ્ટેશન ફાઈવ સ્ટાર હોટલની નીચે બન્યું છે.

આ હોટલમાંથી લોકો આખા ગાંધીનગર સાથે મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઈનમાં જોવાનો લુપ્ત પણ ઉઠાવી શકશે. અહીંયાથી લોકો મહાત્મા મંદિર અને દાંડી કુટિર પણ ચાલીને જઈ શકશે. ભારતીય રેલવે દ્વારા આ હોટલના સહારે પીએમ મોદીના વિઝનની શરૂઆત ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનથી કરી છે.

રેલવે સ્ટેશન ઉપર બનેલી આ 5 સ્ટાર હોટલથી લોકોને પણ ઘણો જ ફાયદો થશે. સૌથી પહેલી વાત કે બહારથી આવેલા ટુરીસ્ટોને હોટલ માટે હેરાન નહીં થવું પડે. આ ફાઈવ સ્ટાર હોટલની અંદર પહોંચવા માટે એક ગેટ સ્ટેશનની અંદરથી જ તૈયાર કરવામાં આવ્યો છે.

રેલવે સ્ટશનના ઉપરના ભાગ ઉપર 300 રૂમની એક શાનદાર ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ હોટલને લીલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનેલી આ 5 સ્ટાર હોટલ ગાંધીનગરની સૌથી મોટી હોટલ છે. એટલે કે આ હોટલમાંથી તમે આખા ગાંધીનગરનો દીદાર કરી શકશો.

સ્ટેશન પરિસર ઉપર બનાવવામાં આવેલ આ નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકીંગ, લિફ્ટ એસ્કલેટર, બુક સ્ટોલ, ખાવા પીવાના સ્ટોલ સમેત બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. અહીંયાના ડેકોરેશનની ખાસિયત એ છે કે અહીંયાની દીવાલો ઉપર ગુજરાતના અલગ અલગ મોન્યુમેન્ટની તસવીરો બનાવવામાં આવી છે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનાવવામાં આવેલી અયોધ્યા રામ મંદિરની તસવીરો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ હોટલની ખાસિયત એ છે કે સ્ટેશનની અંદર બનેલા ગેટની મદદથી યાત્રીઓ ટ્રેનમાંથી ઉતરીને જ સીધા હોટલમાં પહોંચી શકે છે. ફાઈવ સ્ટાર બિલ્ડીંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વારાની પાસે ટિકિટ વિન્ડોની પાસે લિફ્ટ અને એકલેટર લગાવવામાં આવ્યું છે. જેના કારણે લોકોને પ્લેટફોર્મ ઉપર પહોંચવામાં પણ કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે.

Niraj Patel