તારે સંબંધ ના રાખવો હોય તો પૈસા પાછા આપ…બ્રેકઅપ બાદ અરહોસ્ટેસ GF પર ખર્ચ કરેલ પૈસા BFએ પરત માગ્યા

એર હોસ્ટેસ યુવતીના ઈલુ ઈલુ:  ગાંધીનગરમાં રહેતી એર હોસ્ટેસને પ્રેમસંબંધ ભારે પડ્યો, સંબંધ તૂટતા પૂર્વ પ્રેમીએ એક વર્ષ દરમિયાન કરેલો ખર્ચ પરત માગી માનસિક ત્રાસ આપ્યો

આજકાલ તો યંગસ્ટર્સને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનતા વાર નથી લાગતી અને પછી બ્રેકઅપ કરતા પણ વાર નથી લાગતી. નાની વાતમાં આજકાલના યુવાઓ પ્રેમ સંબંધો તોડી નાખતા હોય છે. જો કે, હાલમાં ગાંધીનગરમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો. જેમાં એક એર હોસ્ટેસને ગ્વાલિયરના યુવક સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડી ગયો. યુવતીએ સંબંધો તોડી નાખતા યુવકે તેની પાછળ જે એક વર્ષમાં ખર્ચો કર્યો હતો તે પરત માંગ્યો.

File Pic

ગ્વાલિયરના યુવકે એરહેસ્ટેસ GFને કર્યુ માનસિક ટોર્ચર

એટલું જ નહિ રૂપિયા ના આપે તો સંબંધ ચાલુ રાખવા દબાણ પણ કર્યું. આ ઉપરાંત યુવતિને માનસિક ટૉર્ચરિંગ કરી મર્ડરની પણ ધમકીઓ આપવામાં આવતી. જે બાદ આ મામલો અડાલજ પોલીસ મથકે પહોંચ્યો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તે અમદાવાદ એરપોર્ટ પર એરહોસ્ટેસ તરીકે નોકરી કરે છે અને ચારેક વર્ષ પહેલા તેનો ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતા હર્ષિત વર્ધન પાઠક સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગર્યો અને એક વર્ષ સુધી તેઓ એકબીજાના સંપર્કમાં રહ્યા.

File Pic

તારે સંબંધ ના રાખવો હોય તો પૈસા પાછા આપ

જો કે, એર હોસ્ટેસ આસામ જતી રહી અને બંને વચ્ચેનાં સંબંધો પૂરા થઈ ગયા. પરંતુ હર્ષિત વારંવાર ફોન કરી એર હોસ્ટેસને સંબંધો ચાલુ રાખવા દબાણ કરતો. જો કે, છેલ્લા એક વર્ષથી એર હોસ્ટેસ ભાટની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહી અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરી રહી છે. ત્યારે આ દરમિયાન પણ તે તેને વારંવાર ફોન કરીને કહેતો કે સંબંધ ના રાખવો હોય તો તું મને પૈસા આપ. ત્યારે હાલમાં પણ તેણે રાત્રે ફોન કરી કહ્યુ કે તું મારી સાથે બોલીશ નહીં તો જાનથી મારી નાખી દઇશ. ત્યારે આ ટોર્ચરથી કંટાળી આખરે એર હોસ્ટેસે ફરિયાદ નોંધાવી.

Shah Jina