ગાંધીનગરમાં હોટેલ ‘લીલા’માં રિસેપ્શનિસ્ટની કરપીણ હત્યા..સમગ્ર ઘટના જાણીને રુવાડા ઉભા થઇ જશે
રાજયભરમાંથી ચોરી અને લૂંટફાટના કિસ્સાની સાથે સાથે હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવી એક ચકચારી ઘટના હાલ ગાંધીનગરમાંથી સામે આવી છે. જેમાં ગાંધીનરની ફાઇવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા એક યુવકની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવકની હત્યા રાત્રિના સમયે સેક્ટર 27ના બગીચા પાસે તિક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હાલ તો પોલિસ આ અજાણ્યા હત્યારાઓને શોધી કાઢવા કામે લાગી ગઇ છે.

હાલ ગાંધીનગરની ફાઇવ સ્ટાર હોટલ “લીલા”માં રિસેપ્શનિસ્ટ કરીતે નોકરી કરતો અને મૂળ વડોદરાનો 25 વર્ષિય દેવાંશ ભાટિયા જુલાઇ મહિનાથી નોકરી કરે છે તે ગાંધીનગર સેક્ટર 27માં એક ભાડે ઘર રાખી રહેતો હતો. ત્યારે ગઇકાલે તેને રજા હોવાથી તે નોકરી પર ગયો ન હતો. ત્યારે આજે વહેલી સવારે સેક્ટર 27ના બગીચા પાસે એક ચાની કીટલી આવેલી છે અને ત્યાં જ દેવાંશની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હતી. આ બનાવની જાણ કિટલીવાળાએ કરતા પોલિસ ટીમ અને LCB ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો પણ એકઠા થઇ ગયા હતા.

દેવાંશની એટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી કે આરોપીએ તેને ત્રણ ઇંચ ઊંડો ઘા ઝીંક્યો હતો. ગળાના ભાગે અને છાતીના ભાગે પણ ઘા ઝીંકવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મોઢુ ખુલ્લુ હતુ. હાલમાં તો પોલિસે તેના પિતાને ગાંધીનગર આવવા માટે સંદેશો મોકલાવ્યો છે. પોલિસની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યુ છે કે, તે જુલાઇ મહીનાથી નોકરી કરતો હતો અને તેના કોઇ ખાસ મિત્રો પણ ન હતા. હાલ તો સેક્ટર 21 પોલિસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દેવાંશ અહીં એકલો રહેતો હોવાથી તેણે સેક્ટર 27ની શિવમ સોસાયટીમાં રહેતા ભરતભાઇ કે જે ટિફિન સર્વિસ ચલાવે છે તેમના ત્યાં ટિફિન બંધાવ્યુ હતુ. તે રોજ ટિફિન લેવા જતો હતો પરંતુ તે ગઇકાલે ગયો ન હતો અને તેથી જ તેમણે દેવાંશને લગભગ 9.30 વાગ્યાના અરસામાં ફોન કર્યો હતો ત્યારે તેણે મોડા ટિફિન લઇ જવાની વાત કરી હતી. પરંતુ તે 11.30 વાગ્યા સુધી ટિફિન લેવા ન પહોંચ્યો અને તે બાદ તેમમણે ફરીથી ફોન કર્યો અને તેનો નંબર બંધ આવવા લાગ્યો.