આ વર્ષે દશેરાનો તહેવાર બહુવિધ શુભ સંયોગો લઈને આવ્યો છે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ, આ વર્ષે દશેરા પર ગુરુ અને ચંદ્રના સામસામે રહેવાથી અત્યંત શુભ ‘ગજકેસરી યોગ’ સર્જાયો છે. આ ઉપરાંત, તુલા રાશિમાં બુધ, સૂર્ય અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય યોગ અને શુક્રાદિત્ય રાજયોગ પણ બન્યા છે.
જ્યોતિષીઓના મતે, આ પ્રકારનો દુર્લભ ગ્રહોનો સંયોગ લગભગ 100 વર્ષ પછી સર્જાયો છે, જે કેટલીક ખાસ રાશિઓ માટે ખુબ જ ફળદાયી સાબિત થવાનો છે. આવો જાણીએ કઈ 5 ભાગ્યશાળી રાશિઓ પર થશે દેવી લક્ષ્મી અને દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા:

૧. વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે દશેરાનો આ ખાસ દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે.
-
કાર્યસ્થળ પર તમારી યોજનાઓ સફળ થશે.
-
ધન કમાવાના નવા વિકલ્પો ખુલી શકે છે.
-
રોકાણ માટે સમય સારો છે, પરંતુ કોઈપણ મોટું પગલું ભરતા પહેલા વડીલો કે નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.
-
ભાઈ-બહેનોના સહયોગથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે.

૨. તુલા રાશિ (Libra)
તુલા રાશિના લોકો માટે આ સમય માનસિક રાહત અને આર્થિક સમૃદ્ધિ લઈને આવ્યો છે.
-
સરકારી કે કચેરીના અટવાયેલા કામો આગળ વધશે.
-
આવકના અનેક નવા સ્ત્રોત ઊભા થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
-
પરિવાર અને મિત્રોના આગમનથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
-
નવી મિલકત કે જમીન ખરીદવાની પ્રબળ સંભાવના છે.

૩. મકર રાશિ (Capricorn)
મકર રાશિના જાતકોને આ વિશેષ સંયોગથી અણધારી આવક થઈ શકે છે.
-
આવક વધવાથી તમે તમારા જૂના દેવા કે લોન ચૂકવવાની યોજના બનાવી શકશો.
-
નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને સપોર્ટ મળશે.
-
ભાઈ-બહેનો સાથે સારો સમય વિતાવી શકાશે.
-
નવું ઘર, વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપ્નું સાકાર થઈ શકે છે.

૪. કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના વ્યાપારીઓ અને નોકરીજીવીઓ માટે આ સમય ઉત્તમ છે.
-
વ્યવસાયિક ભાગીદારીથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
-
નવા ગ્રાહકો સાથે કામ આગળ વધશે અને નાણાકીય લાભ સરળતાથી મળશે.
-
જોકે, ઉતાવળમાં કોઈપણ જગ્યાએ મોટું રોકાણ કરવાનું ટાળવું.
-
વાહન ચલાવતી વખતે કે કામ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

૫. કન્યા રાશિ (Virgo)
નોકરીની શોધમાં રહેલા કન્યા રાશિના જાતકો માટે ખુશખબર આવી શકે છે.
-
તમને કોઈ સારી કંપની તરફથી ઉત્તમ જોબ ઓફર મળી શકે છે.
-
ગ્રાહકો કે સહકર્મીઓ સાથેનો ત્વરિત સંવાદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
-
સંતાનો પાછળ ખર્ચ વધવાની સંભાવના છે, પરંતુ સામે આવક પણ જળવાઈ રહેશે.
-
જો તમે લાંબા સમયથી બીમાર છો, તો સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)