લો બોલો… લગ્ન મંડપમાં થઇ રહી હતી હાર પહેરાવવાની વિધી અને વરરાજા ખોઈ બેઠો હોશ, કન્યાના બદલે તેની જ બહેનપણીને પહેરાવી દીધી વરમાળા, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

જબરો ગિલિન્ડર નીકળ્યો વરરાજા, કન્યાના બદલે સાળીને પહેરાવી દીધી વરમાળા, વાયરલ થયો વીડિયો

Funny viral wedding video : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પણ લગ્નને લઈને સામે આવતા વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. લગ્નની કેટલીક વિધિ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ સર્જાય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા પણ લાગીએ છીએ.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વરરાજા કન્યાના બદલે તેની સાળીને વરમાળા પહેરાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો હવે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વર-કન્યા સ્ટેજ પર વરમાળાની વિધિ કરવા માટે ઉભા છે. ત્યારે જ પંડિતજીના કહેવા પર વરરાજાને કન્યાના ગળામાં માળા પહેરાવવાની છે. પરંતુ વરરાજા હોશમાં નથી લાગી રહ્યા. કન્યાની બાજુમાં તેની બહેનપણી પણ હાથમાં પૂજાની થાળી લઈને ઉભી છે.

આ દરમિયાન વરરાજા પોતાના હાથમાં રહેલી માળા કન્યાના બદલે તેની સાળીના ગળામાં પહેરાવી દે છે અને બધા ચોંકી જાય છે. આ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે અને મનોરંજન માટે વીડિયો બનાવવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel