“સોન પરી”ની ફ્રુટી અત્યારે દેખાય છે સુંદર પરી જેવી..7 તસવીરો જોતા જ ચોંકી જશો
90ના દાયકામાં બાળકોએ જે તેમના બાળપળમાં ધારાવાહિક જોયા હોય તે યાદ હોય છે. આ દરમિયાન તે સમયનો લોકપ્રિય શો સોન પરી હતો. આ શોના ફેન મોટાભાગના બાળકો હતા. વર્ષ 2000માં શરૂ થયેલ આ શોના લોકો દીવાના થઇ ગયા હતા. આ જ શોમાં આવતી હતા ફ્રુટી જેને આટલા વર્ષો બાદ જોશો તો ઓળખી પણ નહિ શકો.
તન્વી હેગડેએ આ શોમાં ફ્રુટી નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતુ. તન્વી હવે ખૂબ જ મોટી થઇ ગઇ છે. તન્વીએ 3 વર્ષની ઉંમરમાં અભિનયની શરૂઆત કરી હતી. તે હાલમાં ખૂબ જ સુંદર દેખાય છે અને સ્ટાઇલિશ પણ.. તન્વી 27 વર્ષથી વધુની થઇ ચૂકી છે.
સોનપરીમાં તન્વી હેગડે ઉપરાંત મૃણાલ કુલકર્ણી, અશોક લોખંડે, વિવેક મુશરાન અને શશિકલા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તન્વીએ સોનપરી ઉપરાંત શાકાલાકા બૂમબૂમ અને કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.
તન્વી તેની મરાઠી ફિલ્મોને લઇને ઘણી ચર્ચામાં હતી. તેણે વર્ષ 2016માં મરાઠી ફિલ્મ “અથાંગ”થી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ સાઇકોલોજિકલ ડ્રામા ફિલ્મ હતી. જેમાં તેણે એવો રોલ પ્લે કર્યો હતો જેને એક ડોક્ટરથી એકતરફનો પ્રેમ થઇ જાય છે. તન્વીએ મરાઠી ફિલ્મ શિવામાં પણ ઘણો સારો અભિનય કર્યો હતો અને લોકોએ પણ આ ફિલ્મને ઘણી પસંદ કરી હતી.
તમને જણાવી દઇએ કે, તન્વીએ તેના કરિયરની શરીઆત લગભગ 3 વર્ષની ઉંમરથી કરી હતી. ત્યારે તે રસના બેબી કોન્ટેસ્ટની વિજેતા રહી હતી. ત્યાર બાદ તેમણે આ કંપની માટે એક કૈંપન પણ કર્યુ હતું. થોડા વર્ષો બાદ તેણે ટીવી ધારાવાહિક ‘સોન પરી’માં ફ્રૂટીનું પાત્ર ભજવ્યુ હતું અને તેને લોકોએ ખૃૂબ પસંદ કર્યુ હતું.
સોનપરીની સાથે સાથેે ટીવીની સક્સેસફુલ ચાઇલ્ડ આર્ટિસ્ટને ફિલ્મોમાં પણ કામ મળવ લાગ્યું. પહેલી વાર તેને વર્ષ 2000માં આવેલી ફિલ્મ “ગજ ગામિની”માં મોકો મળ્યો હતો.
તે બાદ તેણે “ચેમ્પિયન”, “વિરૂદ્ધ”, “વાહ લાઇફ હો તો એસી”માં પણ કામ કર્યું છે. છેલ્લે તે વર્ષ 2016માં આવેલી મરાઠી ફિલ્મ “અથાંગ”માં જોવા મળી હતી. તન્વીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 150 એસાઇન્મેન્ટ પર કામ કર્યુ છે. તે ઘણી મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
તન્વીની તસવીરો જોઇ ચાહકો પણ હક્કા બક્કા રહી ગયા હતા. તન્વી ફેશનના મામલે ઘણી આગળ નીકળી ચૂકી છે. નાની સોનપરી ઘણી આગળ વધી ચૂકી છે અને તે ઘણી સ્ટાઇલિશ પણ બની ચૂકી છે.
ટીવીનો એ સમયનો પોપ્યુલર શો “સોનપરી” અને “સકાલાકા બૂમ બૂમ” જેવી સિરિયલમાં કામ કરનારી અભિનેેત્રી તન્વી હેગડે હવે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. તમે તેની તસવીરોને જોઇને અનુમાન લગાવી જ શકો છો કે, 20-25 વર્ષ પહેલા સોનપરીની ફ્રુટી કેવી હતી અને આજની તન્વી હેગડે કેવી છે.
તમને જણાવી દઇએ કે, તન્વી હેગડેનો જન્મ 11 નવેમ્બર 1991માં થયો હતો. તેન પરિવાર ગોવાથી છે. તન્વી મુંબઇમાં રહે છે. તન્વી પાસે એક બાદ એક ઘણી ઓફર આવી અને દેખતા દેખતા જ તેણે ઘણી ફિલ્મોમાં કામ કરી લીધું. તેણે ઘણી એડફિલ્મોમાં કામ કર્યું.
તન્વી જીવનની બધી જ પળોને ખુલીને જીવે છે. તન્વી ટ્રેડિશનલ લુકમાં પણ ઘણી ધમાલ મચાવે છે. તે સેલ્ફી લેવાની ઘણી જ શોખીન છે. તન્વીની સ્માઇલ એટલી ક્યુટ છે કે, લોકો તેના પર જ દિલ આપી બેસે છે. તન્વીને PET ખૂબ જ પસંદ છે. તન્વીની બાળપણની તો ઘણી તસવીરો તમે જોઇ જ હશે પરંતુ તેની હાલની તસવીરોમાં તે ખૂબ જ સરસ અને સ્ટાઇલિશ લાગે છે.