જન્મદિવસ પર મિત્રો લઈને આવ્યા એવી જબરદસ્ત કેક કે કાપવા ગયો પરંતુ એક ટુકડો પણ ના નીકળ્યો, અસલિયત સામે આવી ત્યારે દાવ થઈ ગયો, જુઓ વીડિયો

આવા મિત્રો હોય ત્યાં દુશ્મનોની પણ શું જરૂર ? મિત્રોએ મિત્રના જન્મ દિવસ પર આપી એવી કેક કે ચપ્પુ મારી મારીને થાકી ગયો… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રેન્ક વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના જ મિત્રો સાથે એવા એવા પ્રેન્ક કરી દેતા હોય છે જેને જોઈને મિત્ર પણ ગુસ્સે ભરાઈ જતો હોય છે. ખાસ કરીને તેમના જન્મ દિવસ કે લગ્ન પ્રસંગમાં મિત્રો દ્વારા આવો પ્રેન્ક કરવામાં આવતો હોય છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે જન્મદિવસના અવસર પર કેટલાક મિત્રોએ સાથે મળીને જન્મદિવસની કેક તૈયાર કરી હતી. જો કે, તે કેક કોઈ બ્રેડમાંથી તૈયાર કરવામાં આવી ન હતી અને ન તો કોઈ દુકાનમાંથી કે બેકરીમાંથી મંગાવવામાં આવી હતી. તેના ઘણા મિત્રોએ સાથે મળીને તે કેક બનાવી હતી, જેને છરીથી કાપી શકાતી નથી.

હવે તમે વિચારતા હશો કે એવી કઈ કેક છે જેને છરીથી કાપી શકાતી નથી. વાસ્તવમાં, વ્યક્તિના મિત્રો તેના જન્મદિવસ પર તેની મજાક કરી રહ્યા હતા અને તેઓએ સ્ટીલ અથવા એલ્યુમિનિયમનું વાસણ લીધું અને તેને ઊંધું ચત્તુ કરીને એકદમ કેક જેવું બનાવી દીધું. જેવી આ કેક વ્યક્તિના મિત્ર પાસે લઈ જવામાં આવી, તે સમજી શક્યો નહીં.

બધા મિત્રોએ રસ્તાની વચ્ચે ટેબલ મૂક્યું અને તેને કેક કાપવાનું કહ્યું. કેક કાપવાની કોશિશ કરતા કેક કપાઈ નહિ. તેણે એક-બે વાર નહીં પણ ઘણી વાર પ્રયત્ન કર્યો, પરંતુ કઈ ના થયું. આ પછી તેને શંકા થઈ કે કેકની જગ્યાએ કંઈક બીજું છે. તેણે કેક ઉપાડીને જોયું તો તે તપેલી નીકળી. આ જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને પછી તેના મિત્રો દોડવા લાગ્યા. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel