લગ્નની અંદર વર-કન્યાના મિત્રોએ કરી એવી મઝાક કે પેટ પકડીને હસવા લાગ્યા લોકો, આપી એવી ભેટ કે જોઈને તમે પણ પેટ પકડી લેશો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી ઘટનાઓ પણ સોશિયલ મીડિયામાં રોજ વાયરલ થતી હોય છે, ઘણી ઘટનાઓના વીડિયોમાં લગ્નની અંદર થતા હસી મજાક લોકોનું દિલ જીતી લેતા હોય છે, આવા વીડિયોને જોઈને એક વાત તો નક્કી છે કે લગ્ન એ એક ખુબ જ ખુશીનો પ્રસંગ છે ત્યારે આવા પ્રસંગે વર-કન્યાના મિત્રો અને બહેનપણીઓ મજાક કરવામાં જરા પણ પાછા નથી રહેતા.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ  થઇ રહ્યો છે, જેમાં વર કન્યાના મિત્રો અને બહેનપણીઓ એવો મજાક કરે છે કે જેને જોઈને વર કન્યાની સાથે સાથે લગ્નમાં હાજર મહેમાનો પણ પેટ પકડીને હસવા માટે મજબુર બની જાય છે. આ વીડિયો વાયરલ થતા લોકો પણ તેમને જોઈને ખુબ જ હસી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપલના મિત્રો વારાફરતી સ્ટેજ પર જાય છે અને તેમને અનોખી ભેટ આપી છે, પહેલા એક છોકરી આવે છે અને એક ડોલ ભેટમાં આપે છે, જેના બાદ બીજા મિત્રો પણ આવે છે અને એક પછી એક વાસણ આપવા લાગે છે જે વર-કન્યા ડોલમાં નાખે છે. કન્યા તેના મિત્રોની આ ક્રિયાથી ખૂબ જ આશ્ચર્યચકિત દેખાય છે અને હસતી રહે છે. વર પણ તેના મિત્રોની આ યોજનાથી હસવા લાગે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને વારંવાર જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kanak bheda (@wedding_memories3)

જે પણ આ ટ્રેન્ડિંગ વીડિયો જોઈ રહ્યા છે તે હસવાનું રોકી શકશે નહીં. એટલું જ નહીં આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. મિત્રોના આ અજીબોગરીબ આઈડિયાએ તેમના લગ્નની મજા વધારી દીધી. ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં પણ મસ્તી મજાક કરતી કોમેન્ટ કરતા જોવા મળે છે.

Niraj Patel