3 ગુજરાતીઓ સહિત 4 ભારતીયો કેનેડામાં કાર અકસ્માતમાં થયા ભડથુ, ટેસ્લા કાર રેલિંગ સાથે અથડાયા બાદ લાગી આગ; જુઓ તસવીરો

કેનેડાના ટોરેન્ટોમાં અકસ્માત પછી કાર સળગી ઉઠતાં 3 ગુજરાતી સહિત 4 યુવાનો ભડથું થયા

વિદેશમાંથી ઘણીવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો કેનેડામાંથી. ડાઉનટાઉન ટોરોન્ટોમાં ગુરુવારે વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો અને ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે કારમાં સવાર એક યુવતિનો આબાદ બચાવ થયો.

ટોરોન્ટો પોલીસ ડ્યુટી ઈન્સ્પે. અનુસાર, કારમાં ત્રણ યુવકો અને બે યુવતિઓ હતી, ટેસ્લા કાર લેક શોર પર પૂર્વ તરફ તેજ રફતાર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને કાર રેલિંગ સાથે અથડાયા બાદ તેમાં આગ ફાટી નીકળી.મૃતકોમાં બોરસદના જયરાજસિંહ સિસોદિયા, ગોધરાના સગા ભાઈ-બહેન કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલ તેમજ મહારાષ્ટ્રના દિગ્વિજય સામેલ છે.

બોરસદના જયરાજસિંહ સિસોદિયા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો ભાણેજ હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, કેનેડાના ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જઇ રહી હતી, કારમાં 5 ભારતીયો સવાર હતા. અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા જ્યારે અન્ય એક યુવતીનો આબાદ બચાવ થયો હતો. જેની હાલત ગંભીર છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.

જયરાજસિંહ મિત્રોની સાથે કેનેડા, ટોરોન્ટો ડાઉનટાઉન ખાતેથી પોતાની ટેસ્લા ઈવી કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રોડ સાઈડની ગાર્ડ રેલ સાથે કાર અથડાતાં ચાલકનું કાર પરનું નિયંત્રણ ખોરવાયુ અને બેટરીને ડેમેજ થતાં આગ લાગી.

Shah Jina