દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવની જાહોજલાલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળી રહી છે. આ ખાસ માહોલ પર એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં ન્યૂઝીલેન્ડના પોલીસકર્મીઓ દિવાળીના કાર્યક્રમમાં ભાંગડા કરતા જોવા મળ્યા.
વિડિયોની શરૂઆતમાં, હોસ્ટે જાહેરાત કરી કે અહીં આપણે ભાંગડાથી શરૂઆત કરીએ છીએ. થોડા સમય પછી, બે પોલીસ અધિકારીઓ તેમની વર્દીમાં સ્ટેજ પર આવે છે. ત્યારબાદ, અન્ય પોલીસકર્મીઓ પણ ભાંગડા ડાન્સમાં જોડાય છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા આ પોલીસકર્મીઓએ અદભૂત શૈલીમાં પરંપરાગત ભાંગડા રજૂ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ યુઝર યઝ પટેલે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે ન્યૂઝીલેન્ડ પોલીસમેન લાઇવ ભાંગડા કરી રહ્યા છે. વીડિયો પર લખવામાં આવેલા ટેક્સ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રદર્શન ઓકલેન્ડ દિવાળી ફેસ્ટિવલ દરમિયાન થયું હતું.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ પ્રદર્શનથી લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. એક યુઝરે કહ્યું, “જ્યારે તમે અન્ય પરંપરાઓ અને સંસ્કૃતિઓને અપનાવો છો ત્યારે દુનિયાનો નજારો ખરેખર કંઈક અગલ જ છે. તો બીજા યુઝરે લખ્યું – આ જોઈને કોઈને ખરાબ નથી લાગી રહ્યું, પરંતુ લોકો ડાન્સ અને મ્યુઝિકનો એક અલગ જ આનંદ લઈ રહ્યા છે! ત્રીજા કોઈએ લખ્યું કે, ન્યુઝીલેન્ડ બહુસાંસ્કૃતિક છે અને અમે તમામ સંસ્કૃતિઓનું સન્માન કરીને ઉજવણી કરીએ છીએ.
ઓકલેન્ડ દિવાળી ફેસ્ટિવલની શું વિશેષતા છે?
દર વર્ષે ઓકલેન્ડ દિવાળી ફેસ્ટિવલ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અલગ-અલગ કલાકારો તેમના પરફોર્મન્સથી આ ઈવેન્ટને ખાસ બનાવે છે. ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયો માટે તેમના પશ્ચિમી પડોશીઓ સાથે દિવાળીની ઉજવણી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે.
View this post on Instagram