કેનેડાના ટોરન્ટોમાં કાર અકસ્માતમાં 3 ગુજરાતી સહિત 4નાં મોત થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 5 લોકો ટેસ્લા કારમાં સવાર હતા. ઇલેક્ટ્રિક કાર રેલિંગ સાથે અથડાતા કારની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો અને બાદમાં કારમાં ભયાનક આગ લાગી હતી. અકસ્માતમાં 4 ભારતીયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, જેમાંથી 3 ગુજરાતીઓ છે જ્યારે એક મહારાષ્ટ્રનો છે. આ અકસ્માતમાં એક યુવતિનો બચાવ થયો છે, જેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ટોરન્ટોમાં ટેસ્લા કાર પુરઝડપે જતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં આગ લાગી હતી. મૃતકોમાં બોરસદના જયરાજસિંહ સિસોદિયાનો સમાવેશ થાય છે. જયરાજસિંહ સિસોદિયા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ હતા. તો અન્ય મૃતકોમાં લુણાવાડાના સગા ભાઈબહેન 26 વર્ષીય કેતા ગોહિલ અને 30 વર્ષીય નિલ ગોહિલના મોત નિપજ્યા છે.
આ જીવલેણ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર બપોરે 12:10 વાગ્યે થયો હતો. ટેસ્લા કાર લેક શોર પર પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આગ ઓલવાઈ ગયા પછી, ફાયરની ટીમે કારની અંદર 5 લોકો શોધી કાઢ્યા. જેમાં ચારને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગોધરાના સગા ભાઈ-બહેન કેતાબા ગોહિલ અને નીલરાજ ગોહિલ તથા આણંદ જિલ્લાના બોરસદના દિગ્વિજય પટેલ, જય સિસોદિયા અને ઝલક પટેલ બુધવારે રાત્રે ટેસ્લા કારમાં જઇ રહ્યાં હતા. તેઓ ટોરોન્ટો ડાઉનટાઉનથી નીકળ્યા હતા ત્યારે રોડ સાઇડની ગાર્ડ રેલ સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની બેટરી ડેમેજ થઇ ગઇ હતી અને કારમાં આગ લાગી ગઇ હતી.
આ દુઃખદ ઘટનામાં બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયા, ગોધરાના નિવૃત્ત બેન્ક કર્મચારીના પુત્રી અને પુત્રી કેતાબા ગોહિલ અને નીલરાજ ગોહિલ તથા દિગ્વિજય પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે ઝલક પટેલને ઇજા પહોંચી હતી.
માં બાપ અને ફૅમિલી ની શું હાલત હશે….. ઈશ્વર ફૅમિલી ને સહન કરવાની હિંમત આપે