આ દીદીએ તો ભારે કરી : સ્કૂટી લઈને પાર્કિંગ કરવા આવી પણ કરી એવી ભૂલ કે જોઈને તમે પણ માથું પકડી લેશો, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા આજે એવું પ્લેટફોર્મ બની ગયું છે કે હજારો કિલોમીટર દૂર બનેલી કોઈ ઘટના ક્ષણભરમાં જ વાયરલ થઇ જતી હોય છે અને લોકોના આંગળીના ટેરવે આવી જતી હોય છે. ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસાવે અને આપણને પણ આવા વીડિયોને વારંવાર જોવાનું મન થયા કરે છે, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી સાથે સ્કૂટી પાર્ક કરતી વખતે એવું બને છે કે લોકો હસવા મજબુર બની જાય છે.

આ વીડિયોમાં છોકરી પોતાની ભૂલવાની આદતમાં કંઈક એવું કરે છે જેને જોઈને તમે હસવા લાગશો. ભૂલી જવાની આદતને કારણે છોકરી પોતાની સ્કૂટી સાથે શું કરે છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ‘વાહ દીદી વાહ.’ આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો જ છે. આ વીડિયોમાં છોકરીના કારનામા જોઈને તમે પણ કહેશો કે તે કેટલી ભુલક્કડ છોકરી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી તેની સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરી રહી છે. તમે જોઈ શકો છો કે છોકરી સ્કૂટી ચલાવીને આવે છે અને એક શોરૂમની બહાર અટકી જાય છે અને તેની સ્કૂટી પાર્ક કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે સ્કૂટી પાર્ક કરતી વખતે યુવતી સ્ટેન્ડ લગાવે છે પરંતુ તેને યોગ્ય રીતે લગાવી શકતી નથી.

પછી આગળ જોવા મળે છે કે ફક્ત સ્ટેન્ડ પર લાત મારીને તે સ્કૂટી પાર્ક કરવા લાગે છે. આમ કરવાથી, તે જેમ જેમ આગળ વધે છે, તેની સ્કૂટી નીચે પડી જાય છે. જો કે છોકરી, ખૂબ ચપળતા બતાવીને, સ્કૂટી ઉપાડે છે. વીડિયોમાં સૌથી મજેદાર વાત અહીં જ થાય છે. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે કે છોકરી ચાવી કાઢવાનું ભૂલી ગઈ હતી, પણ સ્કૂટી ચાલુ જ હતી. જેવી છોકરીએ સ્કૂટી ઉપાડીને પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો કે તરત જ સ્કૂટી નજીકમાં પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ. આ ભુલ્લકડ છોકરીની આવી હરકત જોઈને તમે પણ પેટ પકડી લેશો.

Niraj Patel