...
   

વિચાર તો કરો રાજકોટ ગેમઝોનમાં કેટલી ભયાનક આગ લાગી હશે ? 78 કલાક વીત્યા પછી માત્ર પાંચ જ વસ્તુ મળી…જાણો

વિચારો તો ખરા કેટલી ભયાનક આગ લાગી હશે કે 78 કલાક પછી રાજકોટના TRP ગેમ ઝોનમાંથી માત્ર 5 જ વસ્તુ મળી…

ગત શનિવારના રોજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ત્યારે હાહાકાર મચી ગયો જ્યારે TRP ગેમઝોનમાં આગ લાગી અને 28 લોકો હોમાયા. આ ઘટનાને 78 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમ છતાં પણ 28 લોકોમાંથી ઘણાં પરિવારજનો એવા છે જેમને પોતાનાં સ્વજનોના મૃતદેહ નથી મળ્યા.

ત્યારે ગત રોજ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ ફોન જ મળી આવ્યાં. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે કેટલી ભયાનક દુર્ઘટના સર્જાઇ. માનવ શરીરના કંકાલની સાથે માત્ર 5 જ વસ્તુ મળી આવી.

આગને કારણે ફાયર વિભાગના માણસોએ સતત 24 કલાક સુધી કામગીરી કરી અને દોઢ કલાક 1 લાખ 80 હજાર લિટર જેટલો પાણીનો મારો ચલાવ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, સાંજના 5.34 વાગ્યે વેલ્ડિંગનો તણખો નીચે પડી જવાને કારણે ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠી હતી અને 5થી7 મિનિટના જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ પછી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ અને નાસભાગ મચી ગઇ. કામગીરીમાં લગભગ 70 જેટલા માણસો અને અધિકારીઓ જોડાયેલા હતા. આગ પર કાબૂ મેળવ્યા બાદ આખો કાટમાળ હટાવવામાં આવ્યો અને આ પછી અનેક અવશેષો મળી આવ્યા.

Shah Jina