“બિગબોસ” ફેમ શહેનાઝ ગિલના પિતા પર ગુંડાઓએ ચલાવી અંધાધૂન ગોળીઓ

બિગબોસ ફેમ અને અભિનેત્રી શહેનાઝ ગિલની મુસીબતો તો અટકવાનું નામ જ નથી લઈ રહી. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ પોતાના સામાન્ય જીવનમાં પરત ફરવા લાગી હતી કે હવે તેના પિતા સંતોખ સિંહ સુખ પર જીવલેણ હુમલો થયો છે. શહેનાઝ ગિલના પિતા અમૃતસરથી બિયાસ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક યુવકોએ તેમના પર ગોળીબાર કર્યો.

25 ડિસેમ્બરે શહનાઝ ગિલના પિતા કારમાં ક્યાંક જઈ રહ્યા હતા અને વચ્ચે તેમણે એક ઢાબા પર કાર રોકી હતી, ત્યારે કેટલાક યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો. શહનાઝના પિતા સંતોખ સિંહ સુખનું કહેવું છે કે તે વોશરૂમ જતા સમયે એક ઢાબા પર રોકાયા હતા. તેમની સાથે તેમના બાઉન્સરો પણ હતા, પરંતુ તે પછી અચાનક એક બાઇક તેમની નજીક આવી અને બાઇક પર બેઠેલા યુવકોએ તેમના પર પિસ્તોલથી ફાયરિંગ શરૂ કર્યું.

આ જોઈને તેમના બાઉન્સર તેમને બચાવવા નજીક આવ્યા અને આ દરમિયાન ફાયરિંગ કરનારા ત્યાંથી ભાગી ગયા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં શહનાઝના પિતાનો આબાદ બચાવ થયો છે. પરંતુ તેમનું કહેવું છે કે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યાં, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સંતોખ સિંહ સુખે ફરિયાદ નોંધાવી છે અને તેઓ મામલાની તપાસ કરશે. જણાવી દઈએ કે શહનાઝના પિતા સંતોખ સિંહ સુખ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

Shah Jina