લગ્ન બાદ પૈસાની રમતમાં કન્યાએ બતાવી એવી ચાલાકી, પહેલા વરરાજાની આંખો ઉપર મુક્યો હાથ અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયોમાં

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. વાયરલ થઇ રહેલા આ વીડિયો અને તસ્વીરોમાં વર કન્યાની ખુશી પણ ચળકતી જોવા મળે છે. ક્યારેક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ જાય છે જે ખૂબ જ મનોરંજક હોય છે. આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો લગ્ન પછીનો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વર-કન્યા વીંટી શોધવાની વિધિ કરી રહ્યા છે. આ દરમિયાન, કન્યા વરરાજાની આંખો પર હાથ મૂકે છે. લોકો તેમની આ તોફાની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્હન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે મજાકમાં તેના વરની આંખો પર હાથ મૂકે છે.

આ દરમિયાન તેના સાસુ વાસણમાં વીંટી નાખે છે. જે પછી અચાનક જ તેઓ બંને વીંટી શોધવા લાગે છે અને વિંટી દુલ્હનના હાથમાં મૂકી દેવામાં આવે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન વરનું ધ્યાન રિંગ પરથી હટાવવાનો પ્રયાસ કરે છે જેથી તે જીતી જાય. પરંતુ આ વીડિયોમાં જીત કે હાર જેવું કંઈ નહોતું, પરંતુ બધું જ મજાકમાં હતું.

સાથે જ લગ્નજીવનમાં હાસ્ય અને જોક્સ પણ ચાલતા રહે છે. એટલા માટે આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ થઈ રહી છે. તેમજ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડીયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર લોકો પોતાની કોમેન્ટ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘ક્યુટ’. અન્ય યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે “આ વીડિયો  શેર કરવા બદલ આભાર.”

Niraj Patel