ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યું એક ચોંકાવનારું રહસ્ય સામે, હત્યારા ફેનિલે ઓનલાઇન આ નામચીન વેબસાઈટ ઉપરથી ખરીદ્યુ હતું ચપ્પુ, પરંતુ

ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા સુરતની માસુમ ગ્રીષ્મા હત્યા કેસની અંદર એક પછી એક ચોંકાવનરા ખુલાસા સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલના રિમાન્ડ ગત શનિવારે સાંજે 4 વાગે પૂર્ણ થયા હતા. ત્યારે હવે આ મામલામાં પોલીસ ઘણી બધી સાબિતીઓ એકત્ર કરીને આજે સોમવારના રોજ કોર્ટની અંદર 1000થી પણ વધારે પાનાંની ચાર્જશીટ દાખલ કરશે. ત્યારે હવે આ મામલામાં એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.

આરોપી ફેનિલને હત્યા માટેના અનેક વિચારો આવતા હતા અને પોલિસે તેનો મોબાઇલ કબ્જે લઇને FSL તપાસમાં આપ્યો હતો, જેની તપાસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેનિલે એ તપાસ કરી હતી કે વેબસાઇટ પર એકે 47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય ? જો કે, આ તેને ન મળતા બીજા કેટલાક વિકલ્પ શોધ્યા હતા.

આરોપી ફેનિલે ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરી તે બાદથી પોલિસ આ કેસમાં ખૂબ જ ઝડપી તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યુ કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે અલગ અલગ સ્ટાઇલ પણ શોધી હતી અને જેમાં તે એવું શીખ્યો હતો કે ગળુ કાપી કેવી રીતે હત્યા કરવી. ઉલ્લેખનીય છે કે, રીપોર્ટ્સ અનુસાર આરોપી ફેનિલે 30 વેબસાઈટ પર હત્યાનું સર્ચ કર્યુ હતુ.

એફએસએલની મદદ દ્વારા પોલીસે આરોપી ફેનીલનાં ફોનમાંથી મહત્વના પુરાવા પોલીસે શોધી લીધા છે. જેમાં એ પણ સામે આવ્યું છે કે હત્યારા ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે ચપ્પુ ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ ઉપરથી ઓર્ડર કર્યો હતો, પરંતુ આ ઓર્ડર મોડો મળવાના કારણે તેને ઓર્ડર કેન્સલ કરાવી દીધો હતો, જે તેના ફોનમાંથી સામે આવ્યું છે.

આ ઉપરાંત ફેનિલે ગ્રીષ્માની હત્યા કરતા પહેલા તેને હત્યાને અંજામ આપવા માટે ક્રાઇમ પેટ્રોલ સહીતની અનેક સિરિયલો અને વેબ સીરીઝ પણ જોઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેના દ્વારા લાગી રહ્યું છે કે હત્યારા ફેનિલે ગ્રીષ્માને મારવા માટે પહેલાથી જ પ્લાનિંગ બનાવી લીધી હતું. ત્યારે હવે આ બધી જ સાબિતીઓના આધારે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.

Niraj Patel