સુરતમાં અઢી વર્ષનું બાળક થયું માતાના પ્રેમથી વંચિત, પ્રોફેસર માતાએ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને દુઃખી થઇ જશો

સુરતમાં કોલેજના મહિલા પ્રોફેસરની લટકતી લાશ મળી, અંદરનો નઝારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી- જુઓ

કોરોનાના કારણે આર્થિક સંકટમાં આવેલા ઘણા લોકો મોતને વહાલું કરતા જોવા મળી રહ્યા છે. તો ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા અને પારિવારિક ક્લેશના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાની ઘટનાઓ અવાર નવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં જોવા મળી રહી છે. ત્યારે હાલ એવી જ એક ખબર સુરતમાંથી આવી રહી છે. જ્યાં એક પ્રોફેસર મહિલાએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું છે. (તમામ તસવીરો: સોશિયલ મીડિયા)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા મહિલાએ પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહિલા પ્રોફેસરનું બાળક માત્ર અઢી વર્ષનું છે. તેના આપઘાત બાદ બાળકે માથા ઉપરથી માતાની છત્રછાયા ગુમાવી છે.

મહિલા પ્રોફેસરનું નામ ફોરમબેન હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા કેટલાય સમયથી માનસિક તણાવનો સામનો કરી રહ્યા હતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હતા. પારિવારિક ઝઘડા અને માનસિક તાણથી કંટાળીને મહિલાએ મોતને વહાલું કરવાનો વિચાર કર્યો અને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. હવે આ સમગ્ર ઘટનામાં અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

ફોરમ નો પરિવાર અડાજણના પૉશ વિસ્તારમાં આવેલા રાજહંસ પ્લેટનો કોમ્પ્લેક્ષમાં રહેતો હતો. તેનો પતિ અંકિત વેપારી છે અને કાપડના ધંધામાં જોડાયેલો છે. અંકિત સાથે ફોરમે પ્રેમ લગ્ન કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. લગ્ન બાદ તેમને એક બાળક પણ છે. જેની ઉંમર અઢી વર્ષની છે.

ફોરમ બારડોલી નજીકની માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રોફેસર હતા. ફોરમના આપઘાત બાબતે તેના પરિવારે મીડિયાને જણાવ્યું કે “તેની માનસિક સ્થિતિ ખરાબ હતી અને તે માનસિક તણાવના શિકાર હતી.”

ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહેવાસી હતાં. આપઘાત પાછળ માનસિક તણાવ વચ્ચે પારિવારિક ઝઘડા કારણભૂત હોવાનું હાલ અનુમાન છે. તો આ બાબતે એવી પણ માહિતી મળી રહી છે કે એક દિવસ પહેલા ફોરમ પતિ અંકિત સાથે સાપુતારા ગયા હતા. ફોરમની માતા ઘરે રોકાવા આવ્યા હતા.

અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર ફોરમબહેને માતાને બહાર જવા કહ્યું હતું. જેથી માતાને શંકા જતા બહાર જવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી આવેશમાં આવીને ફોરમબેને ઘરમાં પતિ, બાળકની હાજરીમાં બ્લેડ વડે હાથની નસ કાપી નાંખવાની ધમકી આપતા માતા બહાર નીકળી ગયા હતા. બાદ ફોરમે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું હતું.

Niraj Patel