લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જ્યાં બે વ્યક્તિ એકબીજાને સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપે છે. પરંતુ કેટલાક લોકો આ સંબંધની મજાક ઉડાવે છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોયા પછી લોકો ગુસ્સે પણ ભરાઇ રહ્યા છે અને આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. એક છોકરીએ લગ્નના 6 મહિનામાં તેના જ જેઠ સાથે લગ્ન કરી લીધા.
જ્યારે છોકરીનો પતિ કામ માટે બહાર જતો ત્યારે તે તેના જેઠ સાથે સમય વીતાવતી. બંને વચ્ચે નિકટતા એટલી વધી ગઈ કે તેઓએ મંદિરમાં લગ્ન કરી લીધા, અને એ પણ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા વગર. વાયરલ વીડિયોમાં મહિલા નિર્ભયપણે પોતાનું સત્ય સ્વીકારી રહી છે. તે કહે છે, “મારા લગ્નને માત્ર છ મહિના થયા હતા, પરંતુ મને મારા પતિ પસંદ નહોતા. જ્યારે મેં મારા જેઠને ઘરમાં જોયા ત્યારે હું તેમના તરફ ઝૂકી ગઇ. ધીમે ધીમે અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા.
જ્યારે મારા પતિ ઘરની બહાર હતા ત્યારે અમે સાથે સમય વિતાવતા અને વાતો કરતા, શરૂઆતમાં મહિલાએ કહ્યું કે તે તેના પતિ અને તેના જેઠ બંને સાથે રહેવા માંગે છે, પરંતુ પછીથી તેણે નિર્ણય લીધો કે તે તેના જેઠ સાથે જ રહેવા માંગે છે.” આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો જોતા એમ લાગી રહ્યુ છે કે સ્ક્રિપ્ટેડ છે, ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતુ.
View this post on Instagram