દલિત સાથે લગ્ન કરવા ઉપર એક બાપે દીકરીનું કર્યું શુદ્ધિ કરણ, નર્મદામાં લગાવડાવી ડૂબકી, જાણો સમગ્ર મામલો

આજે ભલે જમાનો આધુનિક બની ગયો હોય છતાં પણ ઘણા લોકો આજે અંધશ્રદ્ધા અને જાત પાતમાં માનતા હોય છે, જેની ઘણી ઘટનાઓ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાતી હોય છે, હાલ એવો જ એક મામલો સામે આયવો છે જેમાં એક યુવતીના દલિત યુવક સાથે લગ્ન કરવા ઉપર તેનું શુદ્ધિ કરણ કરવામાં આવ્યું હતું.

આ મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના બૈતુલમાંથી. જ્યાં એક નર્સીંગ કરી રહેલી વિધાર્થીની એક એક દલિત યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જેના બાદ તેના શુદ્ધિકરણ માટે નર્મદામાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. ઓનર કિલિંગના ડરથી જોડાઈ પોલીસ સામે પોતાની સુરક્ષા માટે માંગણી કરી હતી.  આ મામલો જિલ્લાના ચોપાના પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યુવતીએ પોલીસને પોતાના પરિવારથી બચાવવા માટે વિનંતી કરી છે.

24 વર્ષની પીડીતાએ જણાવ્યું કે 11 માર્ચ 2020ના રોજ બૈતુલના ટીકારી વિસ્તારમાં રહેવા વાળા 27 વર્ષના દલિત યુવક સાથે તેને આર્ય સમાજમાં લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ પરિવારવાળાએ પોલીસની મદદથી તેને સાસરેથી પરત બોલાવી લીધી હતી. હવે પીડિતા રાજગઢ સ્થિત પોતાના ઘરેથી ભાગી અને હોસ્ટેલમાં રહે છે. 28 ઓક્ટોબરના રોજ તે હોસ્ટેલથી ભાગીને પોતાના પતિ પાસે બૈતુલ પહોંચી હતી. જ્યાં તેને પોલીસમાં ફરિયાદ કરી.

પીડીતાએ તેના પિતા ઉપર આરોપ લગાવ્યો છે કે તેના પિતાએ 18 ઓગસ્ટના રોજ તેને નર્મદા નદી ઉપર લઇ ગયા હતા. જ્યાં તેમને ચાર લોકોની સામે  અડધા કપડાં કઢાવીને શુદ્ધિકરણ કરાવ્યું. તેને ખોટી પડીકી ખવડાવવામાં આવી. વાળ કાપવામાં આવ્યા અને શરીર ઉપર પહેરેલા કપડાને પણ ફેંકાવી દીધા. આમ એટલા માટે કરવામાં આવ્યું કે તેને દલિત યુવક સાથે લગ્ન કર્યા હતા જેના કારણે તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

યુવતીએ જણાવ્યું હતું કે “હું આ લગ્નથી ખુશ છું, અમે બંને ખુશીથી પોતાનું જીવન પસાર કરવા માટે તત્પર છીએ, પરંતુ મારા પરિવારના સભ્યો સતત મને અને પતિના પરિવારને ડરાવી-ધમકાવી રહ્યા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત રાઈટ ટુ લાઈફ મારો મૌલિક અધિકાર છે, જે અંતર્ગત પસંદગીનો અધિકાર પણ મારો મૌલિક અધિકાર છે. મેં સમાજની રૂઢિવાદી, જાતિવાદી માનસિકતાથી પર રહીને પોતાના મૌલિક અધિકારનો ઉપયોગ કરી લગ્ન કર્યા છે.”

Niraj Patel