સમગ્ર દેશમાં હવે ફાસ્ટ ટેગ ફરજીયાત બની ગયું છે, ત્યારે વાહન ધારકો માટે હજુ પણ એક સમસ્યા છે અને તે છે ટોલ ટેક્સ ઉપર લાગનારા ટ્રાફિકની. પરંતુ સરકાર હવે એક હાઈટેક પ્લાન દ્વારા વાહન ધારકોની આ સમસ્યાને પણ ખતમ કરવા જઈ રહી છે.

ટોલ ટેક્સ ઉપર હાલમાં ફાસ્ટ ટેગ દ્વારા રોજનું 95 કરોડનું ટર્ન ઓવર થાય છે. સરકાર ડીઝીટલ ટોલ કલેક્શન દ્વારા ટોલ પ્લાઝા ઉપર લાગનારા ટ્રાફિકને ખતમ કરવા ઈચ્છે છે. જેની અંદર સરકારને સફળતા પણ મળી છે. તે છતાં પણ જો ભવિષ્યમાં ક્યારેક ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તો સરકાર દ્વારા તેની પણ વ્યવસ્થા વિચારી લીધી છે.

હવે ફરીવાર જયારે તમે નેશનલ હાઇવે ઉપરથી પસાર થશો ત્યારે પહેલાથી જ જોઈ શકશો કે ક્યાં ટોલ પ્લાઝા ઉપર કેટલું ટ્રાફિક જામ લાગેલું છે. આ હિસાબથી તમે તમારો રૂટ અને પ્લાન બદલી પણ શકો છો.
જેના માટે રોડ પરિવહન મંત્રાલય દ્વારા આજે એક રિયલ ટાઈમ ઓનલાઇન ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમને ટોલ પ્લાઝા ઉપરથી દરેક દરેક મિનિટની અપડેટ મળતી રહેશે.

આ ઉપરાંત રોડ અને પરિવહન મંત્રાલય એ વાત ઉપર પણ વિચાર કરી રહી છે કે કોઈપણ ટોલ પ્લાઝાના ફાસ્ટ ટેગ લેન ઉપર ટ્રાફિક નક્કી સમયથી વધારે હોય તો તેને ફ્રી કરી દેવામાં આવશે. જેના માટે ત્રણ કલર કોડ સિસ્ટમ હશે. જેમ કે લીલું, પીળું અને લાલ. જો કોઈ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક રેડ લઈને પાર કરશે તો ટોલ પ્લાઝાને ટ્રાફિક ખોલી અને ફ્રી કરી દેવામાં આવશે. જો કે હાલમાં તેને પાયલટ પ્રોજેક્ટની રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

લોકોને હવે ગાડીના કાગળ બતાવવા માટે પણ ટ્રાફિક પોલીસનો સામનો નહિ કરવો પડે. RFID દ્વારા તમારી ગાડીના ડોક્યુમેન્ટ સ્કેન થઇ જશે અને તમારે ક્યાંય ઉભા રહેવાની પણ જરૂર નહિ પડે. જેના દ્વારા પોલીસનો પણ સમય બચશે અને યાત્રીઓનો પણ.
રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાસ્ટ ટેગ લેનની અંદર વેઇટિંગ પિરિયડ હવે ઝડપથી ઘટી રહ્યો છે. પહેલા વેઇટિંગ પિરિયડ 464 સેકેંડ હતો. હવે ઘટીને 150 સેકેંડ રહી ગયો છે. એટલે કે ફાસ્ટ ટેગ જેવી ઇલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોનો ઘણો જ સમય પણ બચી રહ્યો છે.