કરિશ્મા કપૂરે સલમાન ખાનને ગળે લગાડતી તસવીરો મૂકી તો ચાહકોએ કરી દીધી એવી ડિમાંડ કે સાંભળીને રહી જશો હેરાન

ભાઈજાનને જોતા જ કરિશ્મા કપૂરથી ન રહેવાયું, ગળે લગાડીને…..ચાહકો બોલ્યા- પ્લીઝ લગ્ન કરી લો

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ આ વર્ષે ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવુડની ઘણી મોટા હસ્તીઓ જોવા મળી હતી. જેમાં અનિલ કપૂર, કરિશ્મા કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમજ કંગના રનૌત અને શહેનાઝ ગિલ ઉપરાંત તબ્બુ, જેકલીન ફર્નાંડિસ જેવી ઘણી મોટી હસ્તીઓ સામેલ છે. જો કે, આ ઇદની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ હાજર રહી હતી. ત્યારે કરિશ્માએ બોલિવુડના ભાઇજાન સલમાન ખાન સાથે ઈદની પાર્ટીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 90ના દાયકાના આ સુપરહિટ કપલને ફરી એકવાર તસવીરોમાં સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. કરિશ્મા કપૂરે તેના ઑફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર પાર્ટીની બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા સલમાન ખાન સાથે કેટલીક ખુશીની પળો માણતી જોવા મળી રહી છે.

પહેલી તસવીરમાં સલમાન અને કરિશ્મા એકબીજાને ગળે લગાવી રહ્યાં છે. બીજી તસવીરમાં બંને એકબીજા સામે હસતા જોવા મળે છે. આ તસવીરોમાં કરિશ્મા ખૂબ જ સુંદર પેસ્ટલ કલરનો સૂટમાં દેખાઈ રહી છે, જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. તો સલમાન બ્લેક શર્ટ અને ડેનિમ જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યો છે. ફેવરિટ ઓનસ્ક્રીન કપલને એકસાથે જોયા પછી ચાહકો બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું, ‘OG સાથે પાછા… Eid Mubarak everyone #bestfriendsforever’.

કરિશ્માની આ તસવીર પર કોમેન્ટ કરતાં સબા પટૌડીએ ‘ઈદ મુબારક’ લખ્યું છે. તો રિએક્શન આપતાં એક ફેને લખ્યું છે કે, ‘હું આ કપલને ખૂબ મિસ કરું છું’. અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘તમે બંને દરેક ફિલ્મમાં સાથે ખૂબ જ સારા લાગતા હતા’. જ્યારે કેટલાક લોકો બંનેને એકબીજા સાથે લગ્ન કરવાની સલાહ આપતા પણ જોવા મળ્યા હતા.

એક ફેને લખ્યુ- ‘પ્લીઝ ગેટ મેરિડ’ લખી રહ્યા છે. ‘તમે બંને ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન બેસ્ટ કપલ જેવા લાગો છો’. જણાવી દઇએ કે, સલમાન અને કરિશ્માએ ઘણી હિટ ફિલ્મોમીં કામ કર્યુ છે, તે બંનેની જોડીને ખૂબ પસંદ પણ કરવામાં આવતી હતી.

Shah Jina