સોશિયલ મીડિયા પર દેશના ગૃહમંત્રી અમિત શાહની કથિત ટ્વીટનો સ્ક્રીનશૉટ વોટ્સએપ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ સ્ક્રીનશૉટના આધારે અમિતજીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેને ગળાના પાછળના ભાગમાં હાડકાનું કેન્સર થયું છે. આ સિવાય અમિતજીએ એવી પણ અપીલ કરી કે રમજાનના મહિનામાં મુસ્લિમ સમાજના લોકો દુવા કરે જેથી તેનું સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઇ જાય.

આ વાયરલ ટ્વીટમાં લખવામાં આવેલું છે કે,”મારા દેશની જનતા, મારા દ્વારા લેવામાં આવેલું દરેક પગલું દેશના હીત માટે જ રહ્યું છે, મારી કોઈપણ જાતિ કે ધર્મ વિશેના વ્યક્તિ સાથે કોઈ દુશમની નથી, અમુક દિવસોથી બગડેલા સ્વાસ્થ્યને લીધે દેશના લોકોની સેવા નથી કરી શક્યો. એ જણાવતા ખુબ જ દુઃખ થઇ રહ્યું છે કે મને ગળાના પાછળના ભાગમાં હાડકાનું કેન્સર થયું છે, હું આશા કરું છું કે રમજાનના આ મુબારક મહિનામાં મુસ્લિમ સમાજના લોકો પણ મારા સ્વાસ્થ્ય માટે દુવા કરશે અને જલ્દી જ હું સ્વસ્થ થઈને તમારી સેવા કરીશ’.

જો કે તેના પછી મળેલી જાણકારીના આધારે એ સ્પષ્ટ થયું છે કે આ વાયરલ ટ્વીટ ફર્ઝી(ખોટી) છે. અમિત શાહ દ્વારા આવી એકપણ ટ્વીટ કરવામાં આવી નથી. આ ટ્વીટને જોઈને જ એ સમજણમાં આવી જાય છે કે તે એક ફોટોશોપ્ડ કરેલી ટ્વીટ છે.

આ સિવાય ટ્વીટ જરુર કરતા વધારે પડતી જ લાંબી છે. ટ્વીટમાં માત્ર 280 અક્ષરો જ લખી શકાય છે જયારે આ ટ્વીટમાં 149 જેટલા શબ્દો વધારે હતા. આ સિવાય ટ્વીટમાં ગ્રામરની બીજી ઘણી ખામીઓ હતી. અને જો વાત લાંબી હોય તો તેને બે કે ત્રણ વિભાગ પાડીને લખી શકાય છે એટલે કે એક પછી એક એમ બે થી ત્રણ ટ્વીટ કરીને પોતાની વાત કહી શકાય છે પણ આ ટ્વીટમાં એવું કઈ ન હતું, માટે જ આ ટ્વીટમાં જે વધારાના 149 શબ્દો હતા તે એ વાતની સાબિતી આપી રહ્યા છે કે આ ટ્વીટ ખોટી, ફર્ઝી છે અને અમિત શાહને કેન્સરની કોઈ જ બીમારી નથી.

મળેલી જાણકારીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમિત શાહના સ્વાસ્થ્ય અંગે આવી ખોટી અફવા ફેલાવનાર ચાર વ્યક્તિઓની ધરપકડ પણ કરી લેવામાં આવેલી છે.
मेरे स्वास्थ्य की चिंता करने वाले सभी लोगों को मेरा संदेश। pic.twitter.com/F72Xtoqmg9
— Amit Shah (@AmitShah) May 9, 2020
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.