જાણો શું છે આ પાણીમાંથી અચાનક જમીન ઉપર આવી તેનું રહસ્ય, જાણો આ વાયરલ વીડિયોની હકીકત

કુદરતનો કરિશ્મા: આવો અજુબો તમે ક્યારેય નહિ જોયો હોય, અચાનક પાણીની અંદરથી ઊંચે ઉઠવા લાગી જમીન, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના કારણે દૂર છેવાડા વિસ્તારની નાની એવી ઘટના પણ વાયરલ થઇ જતી હોય છે, જે દેશમાં જ નહિ વિદેશોમાં પણ આવી ઘટનાના વીડિયો વાયરલ થઈને પહોંચી જતા હોય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાણીની અંદરથી જમીન બહાર ઉપર ઉઠતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે ચિત્કાર ભરેલા તળાવ જેવા ખેતરની અંદર પાણી અચાનક જ ઓછું થવાની શરૂઆત થઇ જાય છે અને પછી જમીન ઉપરની તરફ ઉઠતી જોવા મળે છે. જેના બાદ જમીનમાં તિરાડો પડવા લાગે છે અને પછી તેની માટી બાજુમાં પડેલા પાણીની અંદર પડવા લાગે છે. આ સાથે જ એક કહાની પણ સંભળાવવામાં આવી રહી છે કે ” જમીન એની જાતે જ ઉપર ઉઠી રહી છે. આ એક નવો ચમત્કાર છે. જુઓ પાણી નીચે જઈ રહ્યું છે અને જમીન ઉપર આવી રહી છે. આ કમાલ છે.”

1 મિનિટ 58 સેકેંડના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયામાં ખુબ જ શેર કરી રહ્યા છે. ઘણા લોકો તેને કુદરતનો ચમત્કાર જણાવી રહ્યા છે. તો ઘણા લોકો આવો અજુબો આજ પહેલા ક્યારેય ના જોયો હોવાનો પણ દાવો કરી રહ્યા છે. તો ઘણા લોકો તેને પાનીપત યુપી બોર્ડર ઉપર કુદરતનો કરિશ્મા, જમીન ઉપર ઉઠતી દેખાઈ રહી છે તેમ જણાવી રહ્યું છે.

મીડિયા ટિમ દ્વારા આ વીડિયોની તપાસ કરવામાં આવતા આ દાવો સાચો સાબિત થયો છે. પરંતુ વાયરલ થઇ રહેલો વીડિયો હરિયાણાના પાનીપતનો નહીં પરંતુ કરનાલમાં કૂચપુરા ગામનો છે, અને આ વીડિયો 14 જુલાઈ 2021નો છે. આ ઘટના કૂચપુરા ગામના એક ખેડૂતના ખેતરમાં બની હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ખુબ જ ગરમી અને સુકારાના કારણે ધરતીની નીચેનું તાપમાન ખુબ જ વધી ગયું હતું. જેના બાદ ત્યાં અચાનક ભારે વરસાદ થયો. તો ધરતીની નીચેનું તાપમાન વધારે હોવાના કારણે ખાડા વાળા ખેતરમાં જમા થયેલા પાણીથી જલબાષ્પ ગેસમાં પરિવર્તિત થઇ ગઈ. જેના કરે ત્યાં ભારે દબાણ બનાવ્યું અને તેનાથી જમીનનો ઉપરનો ભાગ બધારે ઉપર ઉઠ્યો.

Niraj Patel