ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોનો કિસ્સો સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં ચોંકાવનારી ઘટના પણ બની જતી હોય છે. હાલમાં ચિલોડા પાસે એક ગામમાં રહેતી પરિણિતાને બદનામ કરવા માટે તેના પ્રેમીએ એવું કર્યુ કે જાણી તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયા સાઇટ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ પરિણિતા અને યુવક ઘણા નજીક આવી ગયા હતા અને આ દરમિયાન પરિણિતાને અન્ય યુવક સાથે અફેર હોવાની વાત પણ થઈ. જો કે, પરિણિતાએ આ યુવકને તેના પૂર્વ પ્રેમી અંગે પણ જણાવ્યુ અને બંને વચ્ચે અણબનાવ થયા બાદ પરણિતાએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ પરિણિતાના સાસરીપક્ષ અને પતિને એડ કરી એક ગ્રુપ બનાવ્યું અને પછી પૂર્વ પ્રેમી સાથેના અંગત ફોટો લીક કરી દીધા. આ ઘટના પછી તો પરણિતાના સાસરીમાં હોબાળો મચી ગયો. યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોતે મોરબીનું હોવાનું જણાવ્યુ હતુ અને પરિણિતા સાથે મિત્રતા કેળવી હતી. જો કે જ્યારે એકવાર પરિણિતાને મળવા તે નરોડા પણ આવ્યો હતો. ત્યાં તેણે મહિલાના નામનું સિમકાર્ડ ખરીદી અને એના વ્હોટ્સએપ નંબર પરથી મેસેજ અને ફોન કોલ કર્યો હતો.
જો કે, જોતજોતામાં બંને વચ્ચે પ્રેમ થયો અને પછી યુવક તેની પર વધારે દેખરેખ રાખવા લાગ્યો. તે અવાર નવાર પરિણિતાને ફોન અને મેસેજ તેમજ વીડિયો કોલ કરતો અને અભદ્ર માગણીઓ પણ કરતો. આનાથી કંટાળી પરિણિતાએ આ યુવક સાથેના સંબંધો તોડી તેને બધે જ બ્લોક કરી દીધો. જે બાદ યુવકે તેની સાથે બદલો લેવા પરિણિતાને ધમકી કે જોઈ લેજે તારા ઘર સામે તારી ઈજ્જત ઉછાળીશ. તે પછી યુવકે પરિણિતાના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું અને આના પરથી પરિણિતાના પૂર્વ પ્રેમી સાથે મિત્રતા કરી. જે બાદ તેણે વાત વાતમાં બંનેના અંગત કપલ ફોટો લઈ લીધા.
પરણિતાના પૂર્વ પ્રેમીને તો એમ જ હતુ કે આ તેની પ્રેમિકા છે અને તે જ ફોટો માગી રહી છે. પણ ઇન્સ્ટાગ્રામ વાળા યુવકે તો દાવ કરી નાખ્યો. યુવકે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને તેમાં પરિણિતાના પતિ, સસરા, સાસુ, સાસરિપક્ષના કેટલાક સંબંધીઓને એડ કર્યા, જેના તેની પાસે નંબર હતા. જે બાદ તેણે પરિણિતાના પૂર્વ પ્રેમી સાથેના અંગત ફોટો ગ્રુપમાં શેર કરી દીધા. આ ઘટનાને લઇને તો પરણિતાના સાસરીમાં હોબાળો મચી ગયો. જો કે પરિણિતા અને તેના પરિવારે સૌથી પહેલા તો આ યુવક સામે ફરિયાદ નોંધાવી અને તે બાદ પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.