હાથી સાથે વીડિયો બનાવવા પહોંચેલી આ મોડેલ, ત્રણ અઠવાડિયાના હાથીનું બચ્ચું ચઢ્યું મસ્તીએ અને પછી થયું આવું… જુઓ વીડિયો

આજે લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થતા હોય છે. તો ઘણા લોકો પ્રાણીઓ સાથે પણ પોતાના વીડિયો બનાવતા હોય છે. પ્રખ્યાત અભિનેત્રીઓ અને મોડેલ પણ ઘણીવાર લાઇમલાઈટમાં રહેવા માટે વીડિયો બનાવતી હોય છે, ત્યારે હાલ એક મોડલ હાથી સાથે વીડિયો બનાવવા ગઈ અને ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ.

થાઈલેન્ડના ચિયાંગ માઈના એક અભયારણ્યમાં તાજેતરમાં જ એક મોડેલનું હાથીનાં બાળક સાથે ક્યૂટ અથડામણ થયું હતું. મેગન મિલાન નામની મોડલ જૂન મહિનામાં હાથીઓને બચાવતા અભયારણ્ય ચિયા લાઈ ઓર્કિડની મુલાકાત લઈ રહી હતી, જ્યારે ત્રણ અઠવાડિયાનો હાથી તેની સાથે જોડાયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીનું બચ્ચું મેગનની નજીક આવે છે અને તેના સ્કર્ટ સાથે રમતું જોઈ શકાય છે, તે મેગન સાથે મસ્તી કરી રહ્યું છે અને તેવામાં જ અચાનક મેગનનો સ્કર્ટ હાથીનું બચ્ચું ખેંચી નાખે છે અને મેગનને જમીન ઉપર સુવડાવી દે છે, જેના બાદ તે મેગન ઉપર ચઢીને મસ્તી કરવા પણ લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by @megan.milan

મેગને કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. તેણીએ કહ્યું, “જેમ તમે બધા જોઈ શકો છો, અમે ફક્ત રમી રહ્યા હતા. આ નાનું બચ્ચું માત્ર ત્રણ અઠવાડિયાનું છે. ઈન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર, મોડેલે એમ પણ કહ્યું કે, “હું હાથીઓની આસપાસ રહેવાની ટેવ પાડું છું, પરંતુ હું આટલા નાના હાથીને ક્યારેય મળી નથી. તેથી મેં તેની મુલાકાત લેવા કહ્યું, તે ચોક્કસપણે થોડો ભારે અને મજબૂત હતો.”

Niraj Patel