ગુજરાતમાં આવેલા ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયામાં કર્યા સીન સપાટા, તો ચૂંટણપંચે લીધું એવું એક્શન કે હવે થશે પછતાવો… જુઓ

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક પક્ષ જોર શોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. પ્રધાનમંત્રી મોદી પણ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં આવવાના હોય તેવી ખબરો પણ સામે આવી રહી છે, ત્યારે આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો જંગ રસાકસી ભરેલો પણ જોવા મળવાનો છે. કારણ કે આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી માટે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

જ્યાં એક તરફ ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટી દ્વારા પણ પોતાની રણનીતિ બનાવી લેવામાં આવી છે ત્યાં બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આ દરમિયાન ગુજરાતની અંદર ચૂંટણી નિરક્ષક તરીકે ફરજ પર આવેલા એક આઈએએસ અધિકારીને સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવા ભારે પડી ગયા છે.

ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણી નિરક્ષક તરીકે ગુજરાતમાં આવેલા IAS ઓફિસર અભિષેક સિંહને તાત્કાલિક ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહને ગુજરાતની ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર અને અસારવા વિધાનસભા બેઠક માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. ડ્યુટી મળ્યા બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફરજ વિશે સોશિયલ મીડિયામાં જોરદાર પ્રચાર શરૂ કર્યો હતો.

આ ફરિયાદ તેમની ઘણી પોસ્ટ સાથે ચૂંટણી પંચ સુધી પહોંચી હતી. જેની નોંધ લેતા પંચે તરત જ અભિષેક સિંહને સુપરવાઈઝરની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને આગામી આદેશો સુધી તેમને કોઈપણ પ્રકારની ચૂંટણી જવાબદારી કે ફરજ પર ન મૂકવાનો આદેશ જારી કર્યો હતો. ચૂંટણીપંચ દ્વારા તેમની આ તસીવરોને શેર કરવી એ પબ્લીસીટી સ્ટન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું કે અભિષેક સિંહ-1 (UP:2011)ને ચૂંટણી ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પબ્લિસિટી સ્ટંટ તરીકે તેની સત્તાવાર સ્થિતિનો ઉપયોગ કર્યો છે. તેથી જનરલ ઓબ્ઝર્વરને તેમની ફરજમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા છે. તેમને આગામી આદેશો સુધી નિરીક્ષક અને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજથી દૂર કરવામાં આવ્યા છે.

IAS ઓફિસર અભિષેક સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. ગુજરાત ચૂંટણીમાં ફરજ પર જોડાયા બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાની કાર લઈને ઉભો છે અને તેના પર “ઓબ્ઝર્વર” લખેલું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, “ગુજરાત ચૂંટણી માટે અમદાવાદમાં નિરીક્ષક તરીકે જોડાયા.”

Niraj Patel