વૃદ્ધાશ્રમમાં સાથે જમતા જમતા થઇ ગયો પ્રેમ, કરી લીધા લગ્ન, એકબીજા માટે રાખ્યુ કરવાચોથનું વ્રત

વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા વચ્ચે પ્રેમ પાંગર્યો, પછી એવું કામ કર્યું કે ખુશ થઇ જશો

પ્રેમમાં માણસ નાત-જાત-ધર્મના ભેદભાવ પણ જોતો નથી. આજ-કાલ તો વળી એવા પણ કિસ્સાઓ બને છે કે જેમાં કોઇ કપલ વચ્ચે ઉંમરનું અંતર ઘણુ વધારે હોય છે. કહેવાય છે કે પ્રેમ ઉંમરનો મોહતાજ નથી. આ ધારણાને બે વૃદ્ધે સાચી કરી દીધી છે.

વૃદ્ધાશ્રમમાં જમવાના ટેબર પર બે દિલ એવી રીતે મળ્યા કે જીવનભર સાથ નિભાવવાનો વાયદો કરી લીધો અને વૈવાહિક બંધનમાં બંધાઇ ગયા. બંનેએ લગ્ન બાદ કરવાચોથનું વ્રત પણ રાખ્યુ હતુ. 68 વર્ષિય સવિતા અને 62 વર્ષિય વિજય ખુરાના, જે ફરીદાબાદના ગામ પાલીના શ્રી અનાદિ સેવા પ્રકલ્પ આશ્રમમાં રહેતા હતા.

પરિવારમાં એકલા હોવાને કારણે તેઓ સહારા માટે વૃદ્ધાશ્રમ આવ્યા હતા અને એકબીજાનો સહારો બની ગયા. ગત 4 ઓક્ટોબરના રોદ શારદીય નવરાત્રિની નવમીના દિવસે વૃદ્ધાશ્રમના મંદિરમાં પંડિતે તેમના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. તેમના લગ્નમાં શ્રી અનાદિ સેવા પ્રકલ્પના સંસ્થાપક પ્રણવ શુક્લા સાથે વૃદ્ધાશ્રમના કેટલાક વ્યક્તિઓ પણ સામેલ થયા હતા.

સવિતા આ આશ્રમમાં ઓક્ટોબર માસના બે-ત્રણ મહિના પહેલા જ આવી હતી. મુંબઇની મૂળ નિવાસી સવિતાના પતિનું લગભગ દસેક વર્ષ પહેલા અવસાન થયુ હતુ. તેમને કોઇ સંતાન નથી. જીવન પરેશાનીઓથી ભરેલુ રહ્યુ,

તો પતિના નિધન બાદ તે ઘણા વર્ષો સુધી મથુરા અને ગુરુગ્રામના વૃદ્ધાશ્રમમાં રહ્યા. બાદમાં તેમને પાલીના વૃદ્ધાશ્રમની જાણકારી મળી, તો તે અહીં આવી ગયા. સવિતા જણાવે છે કે, વૃદ્ધાશ્રમમાં ટેબલ પર બધા લોકો મળીને ખાવાનું ખાય છે. અહીં વિજય ખુરાના પહેલાથી જ રહેતા હતા. આ દરમિયાન ખાતા-ખાતા વિજય સાથે વાતચીત થતી હતી.

એકબીજા વિશે તેઓ હાલચાલ લેવા લાગ્યા. ઘર-પરિવારમાં બંને એકલા. જ્યારે કોઇવાર વિજય બીમાર પડે તો સવિતા તેમનો હાલચાલ લેવા તેમની પાસે બેસતા. વૃદ્ધાશ્રમમાં રહેનાર કેટલાક લોકો આપત્તિ પણ જતાવા લાગ્યા હતા. વિજયના સ્વભાવ અને વિચારોથી સવિતા પ્રભાવિત થઇ ગયા હતા.

ત્યારે સવિતાએ વિજય સામે પોતાના દિલની વાત રાખી અને કહ્યુ કે, જો આપણે લગ્ન કરી લઇએ તો, એકબીજાનો સહારો મળી જશે. લોકોની વાતોથી પણ બચી જઇશું. સવિતા કહે છે કે, તેમણે હામી ભરી દીધી. તે બાદ તે બંનેએ વૃદ્ધાશ્રમના સંસ્થાપક પ્રણવ શુક્લા આગળ પોતાના દિલની વાત રાખી અને પછી બંનેએ વૃદ્ધાશ્રમના મંદિરમાં લગ્ન કરી લીધા.

સવિતા કહે છે કે, હવે તો વૃદ્ધાશ્રમ જ મારું પિયર અને સાસરુ છે. વિજય ખુરાનાએ કહ્યુ કે, જ્યારે તેમની તબિયત ખરાબ થતી હતી, ત્યારે સવિતા હાલ-ચાલ પૂછવા આવતી હતી. મને સારુ લાગતુ હતુ. મેં વિચાર્યુ કે, એક જીવનસાથીના રૂપમાં સવિતાને અપનાવી લેવી જોઇએ.

પ્રતિકાત્મક તસવીર

એટલે મેં તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન સંપન્ન થયા બાદ વિજયે સવિતાને ગળે લગાવી ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો ગીત પણ ગાયુ હતુ. મૂળરૂપથી હિસારના રહેવાસી વિજય લગભગ 25 વર્ષ પહેલા કોણ કારણોથી પત્નીથી અલગ થઇ ગયા હતા. કામના સિલસિલામાં તે પહેલા ઘણા વર્ષ દિલ્લીમાં રહ્યા હતા. તે છેલ્લા બે વર્ષોથી વૃદ્ધાશ્રમમાં રહે છે. વૃદ્ધાશ્રમમાં 21 પુરુષ અને 16 મહિલાઓ છે. વૃદ્ધાશ્રમમાં આ રીતે વૃદ્ધના લગ્નનો આ પહેલો મામલો છે. લગ્ન બાદ દંપતિએ કરવાચોથની તૈયારી કરી હતી અને એકબીજા માટે કરવાચોથનું વ્રત પણ રાખ્યુ હતુ.

Shah Jina