ઓફિસ જવાના બહાને ગર્લફ્રેન્ડ સાથે હોટલની રૂમમાં રંગરેલિયો મનાવી રહ્યો હતો 62 વર્ષનો પિતા, દીકરાએ રંગેહાથ ઝડપી બનાવ્યો વીડિયો

આજના સમયમાં લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ વધ્યું છે, ઘણા લોકો પરણિત હોવા છતાં પણ અન્ય મહિલાઓ અને પુરુષો સાથે સંબંધો બાંધતા હોય છે, પરંતુ આવા સંબંધો વધુ સમય સુધી છુપા રહેતા પણ નથી અને ક્યારેક તો તેમની પોલ ખુલી જાય છે, જેના ઘણા ભયાનક પરિણામો પણ સામે આવતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દીકરાએ તેના જ પિતાને રંગે હાથ ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રોમાન્સ કરતા ઝડપી લીધા હતા.

આ ઘટના બની છે ઉજ્જૈનમાં. જ્યાં 62 વર્ષના પિતાની લવસ્ટોરીમાં દીકરાની એન્ટ્રી થઇ ગઈ. પિતાને તમેની ગર્લફ્રેન્ડ સાથે પકડવા માટે દીકરો ગ્વાલિયરથી જયપુર અને ત્યાંથી ઉજ્જૈન 800 કિલોમીટર સુધી પીછો કરતો કરતો આવ્યો. તે હોટલમાં રોકાયેલા તેના પિતાના રૂમની અંદર ઘુસી ગયો અને પછી હોબાળો મચાવ્યો.

આ ઘટના બાદ હોટલ પ્રસાશને 62 વર્ષીય પિતા અને તેની પ્રેમિકાને હોટલની બહાર કાઢી મુક્યા. હોટલની અંદર બંને પતિ પત્ની કહીને રોકાયા હતા. બંને વચ્ચે ફેસબુકમાં જ મિત્રતા થઇ હતી અને જેના બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 62 વર્ષીય આ પિતાનું નામ આલોક ચૌધરી છે, જે ગ્વાલિયરની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેમની 59 વર્ષની પ્રેમિકા જયપુરમાં FCI વિકાસ અધિકારી છે.

આલોકના દીકરા અંકુર ચૌધરીએ જણાવ્યું કે તેના પિતાના અફેરથી રોજ થવા વાળા પારિવારિક કંકાશથી તેની માતા હેરાન થતી હતી. શુક્રવારે તેના પિતા ઘરે કહ્યા વગર નીકળી ગયા, તેમની પાસે જયપુરથી ઉજ્જૈનની ટિકિટ હતી. તેની માતાના કહેવા ઉપર તે કારમાં જ તેમની પાછળ લાગી ગયો. તેના પિતા બસથી પહેલા જયપુર ગયા. જયપુરથી ટ્રેન દ્વારા તેમની પ્રેમિકા સાથે ઉજ્જૈન પહોંચ્યા.

અંકુરે એ પણ જણાવ્યું કે તેના પિતાના ટ્રેનમાં બેઠા બાદ તે કારથી ઉજ્જૈન પહોંચ્યો અને સ્ટેશન ઉપર તેના પિતાની રાહ જોવા લાગ્યો. જેવા જ મંગળવારે સવારે 4 વાગે પિતા તેમની પ્રેમિકા સાથે ઉજ્જૈનમાં ઉતર્યા હું ફરીથી તેમનો પીછો કરવા લાગ્યો. બને મહાકાલ મંદિરની સામે આવઇળી મિલાન હોલીડે હોટલમાં ગયા.

અંકુરે આગળ જણાવ્યું કે જેવો જ હું હોટલના રૂમની અંદર પહોંચીને મેં દરવાજો ખોલાવ્યો તો પિતા તેમની પ્રેમિકાને ખરીખોટી સંભળાવી રહ્યા હતા. દીકરાએ તેના પિતાને કહ્યું કે ગ્વાલિયરમાં પગ ના રાખતા. હવે જયપુરમાં જ મળજો. આલોકે તેના દીકરાને એમ કહ્યું કે ત્યાંથી નીકળી જા. દીકરા અંકુરે રેલવે સ્ટેશનથી જ બંનેની તસવીરો લેવાની અને વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો હતો. પિતાના હોટલમાં ગયા બાદ અને હોબાળા દરમિયાન પણ અંકુર સાથે રહેલા તેના મિત્રએ આખી ઘટનાક્રમનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો.

Niraj Patel