વાયરલ

ભારતની આ જાબાંઝ મહિલા પોલીસ ઓફિસરે વાયરલ સોન્ગ “મેરા દિલ યે પુકારે” ગીત પર બનાવ્યો પોતાનો ડાન્સ વીડિયો, જુઓ

ભારતની આ જાબાંઝ મહિલા પોલીસ ઓફિસરે પણ વાયરલ ગીત પર પોલીસ યુનિફોર્મમાં બનાવ્યો ડાન્સ કરતો વીડિયો, લાખો લોકોએ જોઈને… જુઓ

સોશિયલ મીડિયામાં કોઈપણ વીડિયો રાતો રાત વાયરલ થઇ જતો હોય છે, જેમાં ડાન્સ વીડિયો ખુબ જ વધુ જોવામાં આવે છે અને તેમાં પણ કોઈ સુંદર છોકરી જો કોઈ ફેમસ ગીત પર ડાન્સ કરે તો આવા વીડિયોને લોકો વધુ પસંદ કરતા હોય છે, થોડા સમય પહેલા જ પાકિસ્તાનની આયેશાએ “મેરા દિલ યે પુકારે” ગીત પર ડાન્સ કરીને આપણા દેશમાં પણ ખુબ ચર્ચામાં મેળવી હતી, ત્યારે હવે આ વાયરલ ગીત પર ભારતની એક લેડી સિંઘમનો ડાન્સ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ ગીત પર ડાન્સ કરનારી પોલીસ ઓફિસર બીજું કોઈ નહિ પરંતુ સિક્કિમ પોલીસમાં ફરજ બજાવનારી અને પોતાના સુંદર દેખાવ અને મોડેલિંગના કારણે સતત ચર્ચામાં રહેનારી એક્ષા કેરુંગ છે. જેને પણ આ વાયરલ ગીત પર એક વીડિયો બનાવ્યો અને તેને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં તે સુંદર વાદીઓની વચ્ચે ડાન્સ કરતી જોવા મળે છે. આ દરમિયાન તે પોતાના પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહી છે. એક્ષા આ ડાન્સમાં એજ સ્ટેપ ફોલો કરી રહી છે, જે વાયરલ ડાન્સની અંદર બીજા લોકોએ પણ કર્યા છે. એક્ષા આ રીતે અવાર નવાર સોશિયલ મીડિયામાં રીલ પોસ્ટ કરતી રહે છે, સાથે જ પોતાની મોડેલિંગની તસવીરો પણ શેર કરતી રહે છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

કેરુંગની ગણતરી બહુપ્રતિભાશાળી પોલીસ અધિકારીઓમાં થાય છે. પોલીસ ઓફિસર હોવા ઉપરાંત તે મોડલ, બાઈકર અને નેશનલ લેવલ બોક્સર પણ છે. તેણે ટીવી શોમાં ભાગ લીધો છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.83 લાખથી વધુ ફોલોઅર્સ છે. કેરુંગ 19 વર્ષની ઉંમરે પોલીસ સેવામાં જોડાઈ હતી. દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ તેમની અસાધારણ પ્રતિભાના વખાણ કર્યા છે. મહિન્દ્રાએ તેને ‘વન્ડર વુમન’નું બિરુદ આપ્યું હતું.