નવા વર્ષમાં આ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન ! શનિદેવના કારણે સહન કરવા પડશે કષ્ટ, જાણો તમારી રાશિ છે કે નહિ ?

વર્ષ 2024માં આ રાશિના જાતકોને પરેશાન કરવાના છે શનિદેવ, રહેશે સાડાસાતી અને ઢૈચ્યાની અસર, જાણો કઈ કઈ રાશિ છે તે ?

Effect of Saturn on 3 Rashi : મનુષ્યનું જીવન ગ્રહો અને નક્ષત્રો પર આધાર રાખે છે, ગ્રહોની બદલાતી ચાલ મનુષ્યના જીવન પર પણ અસર કરતી હોય છે, જયારે શનિ પોતાની ચાલ બદલે છે ત્યારે દરેક રાશિના જાતકો પર તેનો સારો અથવા ખરાબ પ્રભાવ પડતો હોય છે. શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, તે મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપતા હોય છે. નવા વર્ષ 2024માં શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. આ આખું વર્ષ શનિદેવ તેમની પ્રિય રાશિ કુંભ રાશિમાં રહેશે.

જો કે વચ્ચે થોડો સમય પૂર્વવર્તી ગતિ રહેશે પરંતુ રાશિચક્ર બદલાશે નહીં. શનિનું રાશિ પરિવર્તન હવે 29 માર્ચ 2025ના રોજ થશે. આ સમય દરમિયાન શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 2028 સુધી બેઠા રહેશે. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે 2024માં શનિ કઈ રાશિ પર નજર રાખશે. 2024માં શનિની સાડાસાતી અને શનિ ઢૈચ્યાથી  કઈ કઈ રાશિઓને પ્રભાવિત કરશે તેના પર એક નજર કરીએ.

મકર :

આ લોકોને વર્ષ 2024માં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2023ની જેમ વર્ષ 2024માં પણ શનિ તેમની ઉપર સાડાસાતીમાં રહેશે. તેમના પર મુશ્કેલીનો પહાડ આવી શકે છે. તેમને દરેક કામમાં અવરોધોનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. આવતા વર્ષે તમે ઘણા પ્રકારના ખર્ચાઓથી પરેશાન રહેશો.

કર્ક  :

આ રાશિના જાતકોને શનિ દોષ અને ઢૈચ્યાની સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ લોકો માટે વર્ષ 2024 કષ્ટદાયક રહેશે. આ લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને કામમાં અડચણો પણ આવી શકે છે. વર્ષ 2024માં ભાગ્ય તેમનો સાથ નહીં આપે. સખત મહેનત પછી જ સફળતા મળશે. તે જ સમયે, કર્ક રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

કુંભ :

આગામી વર્ષમાં તેમને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જૂની બીમારીના કારણે પૈસા ખર્ચ થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં નિષ્ફળતા મળશે. જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો. કાર્યસ્થળ પર તમારે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેના માટે વર્ષ 2024 પહેલાથી જ સતર્ક રહેવાની જરૂર છે.

Niraj Patel