કામ આપવાના બહાને બોલાવી, પ્રોડ્યુસરે કરી છેડછાડ…કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ‘બિગબોસ 18’ની આ હસીના

‘તેનો હાથ મારી જાંઘ પર…’ જ્યારે કામના બહાને વૃદ્ધ પ્રોડ્યુસરે બિગબોસ 18 ની આ હસીના સાથે કરી ગંદી હરકત

બિગ બોસ 18થી દરેક જગ્યાએ ચર્ચામાં રહેનાર એડિન રોઝને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની બોલ્ડનેસને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો. એડિન રોઝના જણાવ્યા અનુસાર એક વૃદ્ધ વ્યક્તિએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

અભિનેત્રીએ એ પણ કબૂલ્યું કે જો તમે કાસ્ટિંગ કાઉચ પર વધુ પડતી વાત કરો છો અથવા તેમનું નામ પણ લો છો, તો ઇન્ડસ્ટ્રીના લોકો તમને કાસ્ટ કરતા નથી. એડિન રોઝે પોતાનો મોટો એક્સપીરિયન્સ શેર કરતા કહ્યું કે એક વ્યક્તિએ તેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને પ્રથમ મુલાકાત તો સારી રહી હતી. અભિનેત્રીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં મોટા સ્ટાર્સ આવવાના છે અને તેની ઓફિસ ઘરે જ બનેલી છે.

જ્યાં ચારેબાજુ કેમેરા લાગેલા હતા અને તે વ્યક્તિએ ઓફિસમાં મીટિંગ માટે બોલાવી. એડિન રોઝે ત્યાં કોન્ટ્રાક્ટ પર સાઇન પણ કરી લીધી. જો કે થોડા સમય પછી તેને ખ્યાલ આવ્યો કે તે વ્યક્તિનો હાથ તેની જાંઘ પર છે. આ વિશે વાત કરતાં અને આરોપ લગાડતા અભિનેત્રીએ કહ્યું કે “તે વ્યક્તિ એટલો વૃદ્ધ હતો કે જો તેણે વધુ એક દિવસ શ્વાસ લીધો હોત મરી જાત. હું તે સમયે ખૂબ જ નાની હતી અને હું 5 મિનિટ માટે ફ્રિઝ થઈ ગઇ હતી.

આ વિશે વાત કરતાં એડિન રોઝે વધુમાં કહ્યું કે તે વ્યક્તિમાં એટલી હિંમત હતી કે કેમેરા લગાવીને પણ તે આ પ્રકારનું કામ કરતો હતો અને મેં તરત જ તેનો કોન્ટ્રાક્ટ ફાડી નાખ્યો.જણાવી દઈએ કે એડિન રોઝે બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી હતી. આ દરમિયાન તેની સાથે યામિની મલ્હોત્રા અને અદિતિ મિસ્ત્રીએ પોતાના ધમાકેદાર અભિનયથી ઘરના સભ્યોના હોંશ ઉડાવી દીધા હતા.

એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે ફોટોઝ અને વીડિયો શેર કરે છે. અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે, લાખો લોકો તેને ફોલો કરે છે. એડિન તેના ગ્લેમરસ અને હોટ અવતારથી ચાહકોનું દિલ પણ જીતી લે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!