ઠગ નહિ આ તો મહાઠગ નીકળ્યો, જેલમાં બેઠા બેઠા જ અધધધ કરોડના કર્યા વહીવટ, ઇન્કમ ટેક્સની રેડ પાડતા અધિકારીઓ પણ ઘરનો નજરો જોઈને હેરાન રહી ગયા

ઘણા એવા લોકોને આપણે જોયા છે જે પોતાની સંપત્તિ અને લક્ઝુરિયસ લાઈફના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર  બનતા હોય છે, પરંતુ જયારે તેમની અસલી હકીકત સામે આવે છે કે તેમને આ બધી જ સંપત્તિ ક્યાંથી ભેગી કરી છે એ જાણીને જ હોશ ઉડી જાય છે. હાલ ઇન્કમ ટેક્સની રેડમાં એવા જ એક વ્યક્તિનો ખુલાસો થયો છે.

200 કરોડ રૂપિયાની ઠગીને અંજામ આપવા વાળા મહાઠગ સુકેશ ચંદ્રશેખરના ઘણા ઠેકાણાઓ ઉપર ઇન્કમ ટેક્સની ટીમ દાવર રેડ કરવામાં આવી. છાપામારી મારિયા પોલના ચેન્નાઇમાં સમુદ્રની સામે આવેલા આલીશાન બંગલામાં કરવામાં આવી. જ્યાં 16 લક્ઝુરિયસ કાર, 82.50 લાખ રૂપિયા કેશ અને 2 કિલોગ્રામ સોનાના આભૂષણો જપ્ત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ મામલામાં ECIR દાખલ કરી લીધી છે. આ ઠગરાજ સુકેશ ચન્દ્રશેખર જેલમાં બેઠા બેઠા ઘણા કારોબારીઓને તેમના વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં રાહત આપવાની વાત કહીને અત્યાર સુધી 200 કરોડ રૂપિયાની ડીલ કરી કકયો છે. સુકેશે બધાને ફોન કરી અને પોતે મોટો અધિકારી હોવાનું જણાવ્યું હતું.

જેલની અંદર સુકેશની તલાસી લેતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેના બાદ આ મામલાની તપાસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

પોલીસે આ મામલામાં અત્યાર સુધી 8 લોકોની ધપરકડ કરી લીધી છેમ જેમાંથી 4 જેલના અધિકારીઓ અને બાકીના આરબીએલ બેન્કના અધિકારી પણ સામેલ છે. ઇન્કમ ટેક્સ દ્વારા રેડ આરબીએલ બેંકના વાઇસ પ્રેસિડેન્ટના ઘરે પણ કરવામાં આવી હતી, જ્યાંથી તેમને 82.5 લાખ રૂપિયા કેશ અને 2 કિલો સોનુ મળી આવ્યું હતું. મામલાનો ખુલાસો થતા દિલ્હી પોલીસે કોમલ પોદારની પણ ધરપકડ કરી છે.

સુકેશ અને તેની અભિનેત્રી પત્ની લીનાના સમુદ્ર કિનારે આવેલા આલીશાન બંગલાની અંદરથી બીએમડબ્લ્યુ, મર્સીડીઝમ બેન્ટલે અને રેન્જ રોવર જેવી કરોડોની ગાડીઓ પણ ઉભેલી જોવા મળી. જેમાં રોલ્સ રોય ઘોસ્ટ, બેન્ટલે બેટેગા, ફેરારી 458 ઈટાલીયા, લેમ્બોર્ગીની, એસકૈલાદે અને મર્સીડીઝ એમએમજી 63 પણ સામેલ છે.

બંગલાની અંદર કરોડો રૂપિયાનું ઇન્ટિરિયર, માર્બલ, હોમ થિયેટર અને તમામ આધુનિક સુખ સુવિધાઓ જોવા મળી હતી. બંગલાની તિજોરીઓમાંથી કરોડો રૂપિયાની કિંમતના ચશ્મા, બુટ-ચપ્પલમ બેગ અને કપડાં મળ્યા છે.

Niraj Patel