પાણીપુરી બાબતે અચાનક એવું તો શું થયું કે પત્નીએ આત્મહત્યા કરી લીધી, બિચારા માં-બાપનું શું થશે હવે?

ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થવાના કિસ્સા સામે આવતા રહે છે. કેટલાકમાં તો પતિ અથવા પત્નીમાંથી કોઇ એક પોતાનું જીવન ટૂંકાવી લેતુ હોય છે અને કયારેક તો હત્યાના પણ બનાવો સામે આવતા રહે છે, ત્યારે હાલ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાણીપુરીની વાતને લઇને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેર ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધુ.

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક 23 વર્ષિય મહિલાએ પાણીપુરીને લઇને પતિ સાથે ઝઘડા બાદ આત્મહત્યા કરી લીધી. પોલિસે બુધવારે જણાવ્યુ કે, પતિ કહ્યા વગર પાણીપુરી ઘરે લઇ આવ્યો હતો. જયારે મહિલાએ પહેલેથી જ ખાવાનું બનાવી લીધુ હતુ. જેને લઇને બંને વચ્ચે ઝઘડો થઇ ગયો. પોલિસે જણાવ્યુ કે, મહિલા પ્રતીક્ષા સરવડેના વર્ષ 2019માં ગહિનીનાથ સરવડે સાથે લગ્ન થયા હતા અને બંને વચ્ચે ઘરેલુ મુદ્દાઓને લઇને ઝઘડો થતો રહેતો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, ઓફિસથી ઘરે આવતા સમયે ગહિનીનનાથ પાણીપુરી પેક કરાવી ઘરે લઇને આવ્યો હતો અને આ વાતથી નારાજ પત્ની પતિને સવાલ કરવા લાગી. આવું કરવાનું કારણ પૂછ્યુ. ગહિનીનાથ સંતોષજનક જવાબ આપી રહ્યો ન હતો. બંનેમાં વિવાદ વધતો ગયો. પ્રતીક્ષાએ પાણીપુરી ખાવાની ના કહી દીધી.

ગિહીનીનાથ અને પ્રતીક્ષાને 18 મહિનાનું બાળક પણ હતુુ. તેઓ વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા. પતીક્ષાએ તેના પતિને કહ્યુ હતુ કે જો તે પાણીપુરી ખાશે તો તે ઝેર ખઆઇને આત્મહત્યા કરી લેશે અને આવુ જ થયુ. તેના પતિએ પાણીપુરી ખાધી તો તેણે ઝેર ખાઇ લીધુ.

શુક્રવારના રોજ પ્રતીક્ષાનો પતિ ઘરેે આવતા પાણીપુરી પેક કરાવીને લાવ્યો હતો અને તે બાદ તે ઘરે પહોચ્યો ત્યારે તેની પત્ની આ જોઇ નારાજ થઇ ગઇ હતી. બંને વચ્ચે લાંબો સમય ઝઘડો ચાલ્યો ત્યાર બાદ શનિવારના રોજ પ્રતીક્ષાએ ઝેર ખાધુ. ગહિનીનાથ પાડોશી સાથે પ્રતીક્ષાનો લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો તે બાદ એક દિવસની સારવાર બાદ તેનુ મોત નિપજ્યુ હતુ. મહિલાના પિતાએ તેના પતિ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરાવ્યો જે બાદ પોલિસે તેની ઘરપકડ કરી છે.

Shah Jina