ચમત્કાર! ડ્રાઈવર વગર રોડ પર ચાલતી બાઈકને જોઈને આનંદ મહિદ્રાએ કરી મજેદાર વાત

‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણાં ફની વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં, તેમણે એક ક્લિપ શેર કરી જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા! ખરેખર, આ વીડિયોમાં, એક માણસ રસ્તા પર દોડતી પલ્સર બાઇકની પાછળની સીટ પર આરામથી બેઠેલો જોવા મળે છે. ચોંકાવનારી વાત એ છે કે તે મોટરસાઇકલ પર એકલો જ છે. મતલબ, કોઈએ બાઈકની કમાન સંભાળી નથી.

ના ચાલક, ના ઠિકાના : આ વીડિયોને રિટ્વિટ કરતી વખતે આનંદ મહિન્દ્રાએ લખ્યું – તે સારું છે… મુસાફિર હૂં યારોં… ના ચાલક હૈ, ના ઠિકાના…

આ શું જાદુ છે? : ખરેખર, આ વીડિયો ટ્વિટર યુઝર @DoctorAjayita દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- એલોન મસ્ક: હું ભારતમાં ડ્રાઇવર વગરનું વાહન લાવવા માંગુ છું. આ દરમિયાન ભારત… આ વિડીયોમાં તમે વિડીયોના સર્જકને કહેતા સાંભળી શકો છો – આ શું જાદુ છે? ગાડી કોણ ચલાવે છે? જોરદાર, નંબર વન….

હાલમા આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો વીડિયોને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. નોંધનિય છે કે બિસનેસમેન આનંદ મહિન્દ્ર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર આવા ફની વીડિયો શેર કરતા રહે છે. જે લોકોને ખુબ પસંદ આવે છે.

 

YC