કન્યાની થઇ ધમાકેદાર એન્ટ્રી, જોઈને લોકોએ કહ્યું કે દુલ્હન આવી રહી છે કે અંડર ટેકર ? જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવાં માંગતું હોય છે જેના કારણે તે એવા એવા ખાસ આયોજન કરે છે જે એકદમ હટકે હોય છે અને આવા જ લગ્નના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ત્યારે હાલ એક દુલ્હનની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર દુલ્હનની એન્ટ્રીનો આ વીડિયો ટ્વીટર યુઝર્સ gostudyiqraa દ્વારા 6 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું હતું કે, “આ દરેક છોકરીનું સપનું હોય છે.” સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ 42 સેકેન્ડના વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક પરિવાર પોતાની નવી નવેલી દુલ્હનના સ્વાગત માટે એવી આતીશબાજી કરે છે કે તેમનું આખું જ ઘર ફટાકડાથી રોશન થઇ જાય છે. આકાશની અંદર રંગીન ફટાકડા પણ ફૂટતા જોઈ શકાય છે. આ અદભુત દૃશ્ય જોઈને બીજી પણ છોકરીઓનું કહેવું છે કે તેમને પણ આવી જ એન્ટ્રી જોઈએ. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ પર્યાવરણ માટે હાનિકારક છે.

તો આ વાયરલ વીડિયોને જોઈને એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે આ દુલ્હનની નેત્રી થઇ રહી છે કે પછી અંડર ટેકરની ? ઘણા લોકો પોતાની રીતે આ વીડિયો ઉપર પ્રતિભાવ આપી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.

Niraj Patel