...
   

ફેમસ ડોક્ટર ગૌરવ ગાંધી સહુને રડાવી ગયા, અંતિમયાત્રામાં લોકો હીબકે ચડ્યા, PHOTOS વાયરલ

16 હજાર સર્જરી કરેલા ડોક્ટરનું હૃદય ફેલ થઇ ગયું,અંતિમયાત્રામાં લોકો હીબકે ચડ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં જ ગઇકાલના રોજ જામનગરમાંથી ચકચારી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાણીતા તબીબનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાના સમાચાર સામે આવતા ચકચારી મચી ગઇ. જામનગરના પ્રખ્યાત હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતુ.

જામનગરના પેલેસ રોડ ખાતેના પોતાના ઘરે વહેલી સવારે બેભાન અવસ્થામાં મળેલા ડો.ગૌરવ ગાંધીને લગભગ બે કલાકની સઘન સારવાર અપાયા બાદ મૃત જાહેર કરાયા હતા. જે બાદ પરિવાર સહિત તબીબી જગતમાં પણ શોકનો માહોલ ફરી મળ્યો હતો. ડો.ગૌરવ ગાંધીએ તેમની કારર્કીદીમાં 16 હજારથી વધુ હાર્ટ સર્જરી કરનારી છે,

પણ અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હ્રદયરોગ નિષ્ણાંત જ પોતાના હદયના ધબકારા સમજી ન શકયા અને તેમનું દુખદ અવસાન થયું. જણાવી દઇએ કે, તેમના અવસાન બાદ ગઇકાલે તેમની અંતિમયાત્રા નીકળી હતી અને આ દરમિયાન લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ડો.ગૌરવ ગાંધીના અંતિમ સંસ્કારમાં તબીબી જગત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ડોક્ટર તેમની પાછળ માતા-પિતા, પત્ની અને બે સંતાનને છોડી ચાલ્યા ગયા છે, ઉલ્લેખનીય છે કે, 41 વર્ષિય ડો.ગૌરવ ગાંધીએ તેમની કારકિર્દી દરમિયાન 16 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી. તેઓ ફેસબુક પર ‘હર્ટ હાર્ટ એટેક’ અભિયાન સાથે પણ જોડાયેલા હતા અને અવારનવાર સોશિયલ મીડિયા અને સેમિનાર દ્વારા લોકોને હૃદયને લગતી સમસ્યાઓથી વાકેફ કરતા હતા.

Shah Jina