ડોલી ચાયવાલા બની ગયો માઇક્રોસોફ્ટનો બ્રાંડ એમ્બેસેડર ? ઇન્ટરનેટ પર કેમ મચી રહ્યો છે હલ્લો- જાણો હકિકત
આ દિવસોમાં ડોલી ચાયવાલા ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ થોડા સમય પહેલા જ્યારે જામનગરમાં મુકેશ-નીતા અંબાણીના નાના દીકરા અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન યોજાયુ હતુ તે માટે માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ ભારત આવ્યા હતા ત્યારે તેઓએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ડોલી ચાયવાલા સાથે જોવા મળ્યા હતા.
ડોલી ચાયવાલાનો તેમને ચા પીરસવાનો વીડિયો સામે આવ્યો કે તરત જ ઘણી ચર્ચા થવા લાગી. બિલ ગેટ્સે ડોલી ચાયવાલા સાથે વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને ડોલી રાતોરાત ફેમસ થઈ ગયો. પોતાની ચા વેચવાની ખાસ શૈલી માટે પ્રખ્યાત ‘ડોલી ચાયવાલા’ હવે સ્ટાર બની ગયો છે.
જો કે એવા સમાચાર છે કે ડોલીને માઈક્રોસોફ્ટ વિન્ડોઝનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. કેટલાક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો છે કે બિલ ગેટ્સ દ્વારા ડોલી ચાયવાલાને Windows 12નો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખબરની હકિકત શું છે.
જણાવી દઈએ કે ડોલીને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 12નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના સમાચાર સંપૂર્ણપણે અફવા છે. આ સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પેરોડી એકાઉન્ટથી શેર કરવામાં આવ્યા હતા જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે આ સામગ્રી માત્ર મજાક તરીકે પોસ્ટ કરવામાં આવી છે. જો કે, ટ્રોલર્સ તેને ઇન્ટરનેટ પર શેર કરી રહ્યા છે જાણે તે સાચું હોય.
માઇક્રોસોફ્ટે પણ આવી કોઇ જાહેરાત કરી નથી. આ બતાવે છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આપને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટ એક મૂલ્યવાન કંપની છે જેની માર્કેટ કેપ 3.17 ટ્રિલિયન ડોલર છે. ફોર્બ્સ અનુસાર બિલ ગેટ્સની કુલ સંપત્તિ 13,110 કરોડ યુએસ ડોલર છે.
View this post on Instagram