શ્વાનને પોતાની પીઠ ઉપર બેસાડીને રસ્તા ઉપર દોડતો જોવા મળ્યો ઘોડો, રેડ સિગ્નલ આવતા જ કર્યું એવું કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા અઢળક વીડિયોથી ભરેલું પડેલું છે, રોજ સોશિયલ મીડિયામાં અવનવા વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે, જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા લાગીએ. ઘણીવાર ફિલ્મોમાં અને પેઇન્ટિંગમાં બનેલી ઘટનાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, ત્યારે તમને ફિલ્મ “વેલકમ”નો એક સીન યાદ હશે જેમાં મજનુ ભાઈ એક ઘોડાની પેઇન્ટિંગ બનાવે છે, હવે આ સીન હકીકતમાં વાયરલ થતો જોવા મળ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શ્વાન ઘોડાની પીઠ પર સવાર થયેલો જોવા મળી રહ્યો છે. આ ટૂંકી વિડિયો ક્લિપમાં શ્વાનને ઘોડાની પીઠ પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે અને ઘોડો દોડતી વખતે શહેરમાં ચક્કર લગાવતો રહે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, જ્યાં રેડ સિગ્નલ દેખાય છે ત્યાં તે અટકી જાય છે. લોકો આ ઘોડાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ત્રણ વિડિયો ક્લિપને મર્જ કરીને એકમાં એડિટ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વાન ઘોડા પર સવાર છે, પરંતુ તે લગામ પકડ્યા વિના ઊભો રહે છે. તે જ સમયે શહેર ફરતી વખતે ઘોડો તેને ખૂબ જ આરામથી શહેરમાં લઈ જાય છે.


માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા આ વીડિયોને લગભગ ચાર લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યો છે. ઉપરાંત ઘણા લોકો તેના ઉપર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મને સમજાતું નથી કે અહીં શું થઈ રહ્યું છે. જોકે, મને શ્વાન અને ઘોડાની જોડી ગમે છે. અન્ય યુઝરે કહ્યું, મને નથી ખબર કેમ મને એવું લાગે છે કે તે એનિમેટેડ છે.

Niraj Patel