કુતરાના બચ્ચાને મારવું સિંહને પડ્યું ભારે, જંગલી કૂતરાઓએ કરી એવી હાલત કે જંગલના રાજાને પણ ઉભી પુછડીએ ભાગવું પડ્યું… જુઓ વીડિયો

ટીવી ઉપર અને સોશિયલ મીડિયામાં જંગલના પ્રાણીઓને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે.  જેમાં વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. જંગલના રાજા સિંહથી અન્ય પ્રાણીઓ પણ ડરતા હોય છે, પરંતુ ઘણીવાર જયારે વાઘ અથવા સિંહ શિકાર કરવા માટે જાય છે ત્યારે ઘણા પ્રાણીઓ તેમનો બહાદુરીથી મુકાબલો પણ કરતા હોય છે. (તસવીરો: વીડિયો પરથી લીધેલ)

આજે અમે તમને એક એવો વીડિયો બતાવીશું જેને જોઈને તમે હેરાન રહી જશો. આ વીડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે, સાથે સાથે એ પણ શીખી શકશો કે એકતામાં શક્તિ છે. વીડિયો જંગલનો છે. જેમાં કેટલાક જંગલી કૂતરાઓ તેમના બચ્ચાના મોત બાદ બેકાબૂ બની ગયા હતા અને તેમણે ‘જંગલના રાજા’ સિંહ સામે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

આ વીડિયો જોવામાં ખૂબ જ ડરામણો છે. આ વીડિયો યુટ્યુબ પર વાઇલ્ડ લાઇફ ચેનલ કિંગ ઓફ બીસ્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો એટલો પસંદ કરી રહ્યા છે કે તેને અત્યાર સુધીમાં લગભગ 40 લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતું ભયાનક દૃશ્ય જંગલમાં ફરવા ગયેલા પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી લીધું હતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલી કુતરા પોતાના બચ્ચાને લઈને થોડીવાર ખુલ્લામાં ફરવા માટે આવે છે. આ કુતરાઓ કદાચ ખાવાનું શોધવા માટે બહાર આવ્યા હતા.  પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ. એક ભૂખ્યા સિંહની નજર આ કુતરા અને તમેના બચ્ચા ઉપર પડી. સિંહને જોઈને કુતરાઓ તેમના બચ્ચાને લઈને ભાગવા લાગ્યા પરંતુ તેમાંથી એક બચ્ચું સિંહનો શિકાર બની ગયું.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે પોતાના બચ્ચાને ખોયા બાદ કૂતરાઓનું લોહી પણ ઉકલી ઉઠે છે. જેના બાદ જંગલી કુતરાઓનું ટોળું ભેગું થઈને જંગલના રાજા ઉપર હુમલો કરી દે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કુતરાઓ દ્વારા બચકા ભરીને સિંહની હાલત પણ ખરાબ થઇ જાય છે. સિંહે પણ વિચાર્યું નહોતું કે કુતરાઓ તેની આવી હાલત કરશે.

જંગલી કૂતરાઓના હુમલાથી સિંહની એવી હાલત થઇ ગઈ કે તેને જીવ બચાવીને ભાગવું પડ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે કુતરાઓ ખુબ જ દૂર સુધી સિંહનો પીછો કરે છે અને સતત તેના ઉપર હુમલો કરે છે આ દરમિયાન એક અન્ય કુતરાનું પણ મોત થઇ જાય છે. જંગલમાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ પણ આ નજારો જોઈને હેરાન રહી જાય છે.

Niraj Patel