આ મહામારીની અંદર ઓક્સિજનની ખોટ પુરી કરવા ડોકટરે જુગાડ કરીને બનાવ્યું એવું મશીન કે હવામાંથી આપે છે ઓક્સિજન, જુઓ

આજકાલ આપણી આસપાસ ઘણા કિસ્સોનો સાંભળવા અને જોવા મળતા હોય છે કે ઓક્સિજનની ઉણપના કારણે જીવ ચાલ્યા ગયા. સમાચારપત્રોમાં પણ આવી ઘટનાઓ છેલ્લા ઘણા દિવસથી આવતી રહે છે ત્યારે ઓક્સિજનની ઉણપની પુરી કરવા માટે એક ડોક્ટર દ્વારા અનોખો જુગાડ કરીને મશીન બનાવ્યું છે.

મધ્ય પ્રદેશના માલવા જિલ્લાના દર્દીઓને પડી રહેલી ઓક્સિજનની કમીને જોતા સરકારી હોસિટલના ડોક્ટર અને કર્મચારીએ બનાવી નાખી દર્દીઓને પ્રાણવાયુ હવા આપવા વાળી જુગાડુ કોમ્પ્રેશર મશીન. આ મશીનમાંથી હવાને વાયુમંડળમાંથી ખેંચીને દર્દીને આપવામાં આવે છે. જેના કારણે ઇમરજન્સીમાં દર્દીને કેટલીક હદ સુધી મદદ મળી શકે છે.

માલવા જિલ્લાના સુસનેરની સરકારી હોસ્પિટલના ડોક્ટર વ્રજ ભૂષણ પાટીદાર દ્વારા જે રીતે 3 ઈડિયટ્સ ફિલ્મની અંદર આમિર ખાન પ્રસૃતિ કરાવવા માટે વેક્યુંમ દ્વારા ડિલિવરી કરાવે છે એવી જ વિચારધારા સાથે આ ઓક્સિજન મશીન બનાવ્યું છે.

હોસ્પિટલની અંદર ગંભીર દર્દીઓને ઓક્સિજનની ઉણપથી હેરાન થતા જોઈને ડોક્ટર વ્રજ ભૂષણ પાટીદારે ડેન્ટ્ર્લ હોસ્પિટલમાં કામ આવવાવાળા કોમ્પ્રેસર મશીનમાં કેટલાક મૉડોલિફિકેશન કરીને એક એવું મશીનનો જુગાડ કર્યો જે વાયુ મંડળમાંથી હવા ખેંચીને દર્દીને પ્રેશરથી આપવામાં આવે તો ઓક્સિજનની કમીને કેટલીક હદ સુધી પુરી કરી શકાય છે.

ડો.વ્રજનું કહેવું છે કે “છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજન સિલિન્ડરોની જરૂરિયાત વધુ જણાઇ રહી હતી અને ત્યાં રિફિલ્સની મોટી સમસ્યા હતી જેના કારણે ઘણા દર્દીઓને ઇમરજન્સીમાં રિફર કરવામાં આવ્યા હતા, જેથી લાંબા સમયથી ઓક્સિજન મળતું ન હતું.”

ડોક્ટર પાટીદારે આગળ જણાવ્યું કે, “આવી સ્થિતિમાં દરરોજ દર્દીઓની સમસ્યાઓ જોઇને તેમને થોડી રાહત મળે તે માટે આ મશીન બનાવવાનો વિચાર આવ્યો, જેમાં તેમના સ્ટાફમાં કાર્યરત દિપક સોની અને બંશીલાલે પણ મદદ કરી. ડેન્ટિસ્ટ માટે વાપરવામાં આવતા કોમ્પ્રેસરમાં કેટલાક ફેરફાર કર્યા અને માસ્ક વગેરે લગાવીને ફક્ત 20 થી 25 હજારના ખર્ચે આ મશીન બનાવ્યું.”

Niraj Patel