Vastu Tips: જો તમારા ઘરમાં આ વસ્તુ હશે તો ગરીબી ક્યારેય નહીં જાય

Vastu Tips: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે. તેના માટે લોકો મહેનતની સાથે સાથે કેટલાક અન્ય ઉપાયો પણ કરતા હોય છે. પરંતુ આ ઉપાયો શાસ્ત્રમાં સૂચવેલા નિયમો અનુસાર કરવામાં આવે તો તેનું યોગ્ય ફળ મળે છે. આ ઉપરાંત આપણા ઘરમાં એવી કેટલીક વસ્તુઓ રહેલી હોય છે જેનાથી પણ ઘરમાં ગરીબી આવે છે. તેથી આજે આપણે જાણીશું કે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને આવતા રોકે છે.

સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. જો તમે તમારા ઘરમાં આવા છોડ વાવેલા હોય તો આજે જ તેને ઘરમાંથી દૂર કરો. કેમ કે શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો ઘરમાં કાંટાવાળા છોડ હોય તો પરિવારના સભ્યોમાં ઝઘડા થાય છે અને ઘરમાં અન્ય મુસિબતો પણ આવે છે. તેથી આવા છોડ ક્યારેય ઘરમાં ન રાખો.

આ ઉપરાંત કબુતરનો માળો પણ ઘરમાં ન હોવો જોઈએ. જો તમારા ઘરમાં કબુતરનો માળો હોય તો સમજી લો કે રાહુની સ્થિતિ સારી નથી. બીજા કોઈ પક્ષીનો માળો હોય તો ચાલે પરંતુ કબુતરનો માળો ઘરમાં ન રાખો. જો તમારા ઘરમાં પણ કબુતરનો માળો હોય તો બની શકે તો વહેલી તકે તેને અન્ય જગ્યાએ રાખીનો દો.

કરોડીયાનું ઝાળા પણ ઘરમાં ન હોવા જોઈએ. એવું કહેવાય છે કે, ઘરમાં કરોડિયાના ઝાળા હોય તો ગરીબી આવે છે. એવું કહેવાય છે કે, અઠવાડિયામાં એકવાર ઘરના તમામ ઓરડાની યોગ્ય સફાઈ કરો અને જ્યાં પણ કરોડિયાના ઝાળા જોવા મળે તેને દૂર કરો.

કબાટ કે તૂટેલા વાસણો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. તેને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. તમે ગમે તેટલી મહેનત કરો પરંતુ પ્રગતિ નહીં થાય. તેથી આવી તૂટેલી ફૂટેલી વસ્તુ ઘરમાં ન રાખો.

સાવરણીને ક્યારેય પગ ન મારો અને ન તો તેને ક્યારેય ઉત્તર પૂર્વની દિશામાં રાખો. સાવરણીને હંમેશા સંતાડીને રાખો જેથી તે કોઈના પગ નીચે ન આવે.

YC