આ 10 લોકોના ઘરે ભૂલથી પણ ન કરો ભોજન, જાણો શું છે તેનું કારણ

આ 10 લોકોના ઘરે ક્યારેય પણ ન કરો ભોજન, આવશે નર્કમાં જવાનો વારો, ભયંકર ગરીબી આવે છે

ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધિત છે. 18 પુરાણોમાં ગરુડ પુરાણનું પોતાનું એક વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાનના અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન એ રીતે છે જે રીતે શ્રીમદભગવદ્દગીતામાં છે. એક કહેવત છે કે જેવું અન્ન ખાશો, તેવું જ મન બનશે. એટલે કે આપણે જેવું ભોજન કરશું, તેવા જ વિચારો મનમાં બને છે. એવામા ગરુડ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે આ 10 લોકોના ઘરે ભૂલથી પણ ભોજન કરવું ન જોઈએ.

1. ચરિત્રહીન સ્ત્રી: ચરિત્રહીન સ્ત્રીના હાથે બનેલું ભોજન ક્યારેય પણ ન કરવું જોઈએ, કે ન તો તેના ઘરે જમવું જોઈએ. અહીં ચરિત્રહીન સ્ત્રીનો અર્થ એ છે કે જે સ્ત્રી સ્વેચ્છાથી પુરી રીતે અધાર્મિક આચરણ કરે છે. જે વ્યક્તિ આવી સ્ત્રીના ઘરે જમે છે, તે પણ તેના પાપોનું ફળ મેળવે છે.

2. રોગી વ્યક્તિ: જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે કે પછી કોઈ વ્યક્તિને એવું ઇન્ફેક્શન છે જે સ્પર્સથી ફેલાઈ શકે છે તેવા ઘરે ક્યારેય ભોજન કરવું જોઈએ નહીં.લાંબા સમયથી રોગી વ્યક્તિના ઘરનું વાતાવરણ પણ બીમારિઓના કીટાણુઓ હોઈ શકે છે એવામાં આવા ઘરે ભોજન કરવાથી આપણે પણ રોગી થઇ શકીએ છીએ.

3. નપુંસક કે કિન્નર: ગરુડ પુરાણના આધારે કિન્નરોને દાન ચોક્કસ કરવું જોઈએ પણ તેઓના હાથનું ભોજન ક્યારેય પણ ખાવું ન જોઈએ. કેમ કે કિન્નરોને સારા કે ખરાબ એમ બંને પ્રકારના લોકો દાન આપતા હોય છે.

4. નશાકાર વસ્તુઓ ખાનારા કે વહેંચનારા: આવા લોકોથી હંમેશા દુરી બનાવી રાખવી જોઈએ. પણ નશીલી વસ્તુઓ વહેંચવા કે ખાનારા લોકોના ઘરે ભોજન કરવાથી આપણને પણ ખરાબ લત લાગી શકે છે.

5. ખુબ ક્રોધી વ્યક્તિ: ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. મોટાભાગે ક્રોધમાં આવીને વ્યક્તિ સારા કે ખરાબ કામનો ફર્ક ભૂલી જાય છે.જે લોકો હંમેશા ક્રોધીત રહે છે, તેઓના ઘરે ક્યારેય પણ ભોજન લેવું જોઈએ નહીં.

6. પ્રજા પર અત્યાચાર કરનાર નેતા કે રાજા: પ્રજાની રક્ષા કરવી અને દરેક સમસ્યાનું સમાધાન કરવું એ જ રાજાનું કે નેતાનું કર્તવ્ય હોય છે પણ જો કોઈ રાજા કે નેતા પ્રજા પર અત્યાચાર કરે છે તો તેવા રાજા કે નેતાના ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં.

7. નિર્દય વ્યક્તિ: જો કોઈ વ્યક્તિ ખુબ નિર્દય છે અને લોકોને હાનિ પહોંચાડે છે તો આવા વ્યક્તિના ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં.

8. વ્યાજખોર વ્યક્તિ: આજના સમયમાં લોકો વ્યાજ પર ઘણા લોકોને પૈસા આપે છે, પણ જો આવા લોકો બીજાની મજબુરીનો ફાયદો ઉઠાવતા વધુ વ્યાજ પ્રાપ્ત કરે છે , એવામાં આવા લોકોના ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં. કેમ કે આવી રીતે બીજાની મજબુરીનો ફાયદો ઉઠાવવો મહાપાપ માનવામાં આવે છે.

9. ચોર કે અપરાધી: ગરુડ પુરાણના આધારે આવા લોકોના ઘરે ભોજન કરવાથી આપણે પણ તેના પાપનો ભોગી બનીએ છીએ, અને સાથે જ આપણા વિચારો પણ તેના જેવા દુષિત થઇ જાય છે.

10. ચુગલી કરનાર: જે લોકોને બીજાની ચુગલી કરવાની આદત છે, તેઓના ઘરે ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં.ચુગલી કરવી ખરાબ આદત છે અને આવા લોકો બીજાને પણ સમસ્યામાં ફસાવી દે છે અને પોતે તેનો આનંદ ઉઠાવે છે. જેને પાપ માનવામાં આવે છે માટે આવા લોકોના ઘરે ભોજન કરવાથી બચવું જોઈએ.

Krishna Patel