શું તમે પણ સવારે તો નથી કરતા આ 5 કામ ? થઇ જાઓ સતર્ક…નહિ તો લક્ષ્મી માં થઇ શકે છે નારાજ

કેટલાક લોકો એવા હોય છે કે ગમે એટલી મહેનત કરે, પણ મહેનતનું કોઈ પરિણામ ન મળતા દરેક જગ્યાએથી નિષ્ફળતા હાથ લાગે છે. જણાવી દઈએ કે વાસ્તુ ઉપાયોનું પણ જીવનમાં વિશેષ મહત્વ હોય છે, જે લોકોને પ્રભાવિત કરે છે અને જીવનને અસર કરે છે. ત્યારે સવારના સમયે કેટલાક કામ કરવા એ અશુભ માનવામાં આવે છે. જેનાથી માં લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે.

રાત્રે એઠા મૂકેલ વાસણોઃ રાત્રે છોડેલા વાસણો સવારે ધોવા અશુભ માનવામાં આવે છે. આ કારણે દેવી લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય આવતી નથી અને તમારું ઘર દુ:ખથી ઘેરાયેલું રહે છે.

ઘરમાં ઝઘડા: તમારે સવારે ઘરમાં ઝઘડવું જોઈએ નહીં. જ્યાં સવારે પરેશાની અને ઝઘડો થાય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો.

ગાયઃ- સવારે ગાયને જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો સવારે કોઈ માતા ગાય તમારા ઘરે આવે તો તેને ભગાડવી ન જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

તુલસીઃ સવારે સ્નાન કર્યા વિના અથવા તો પૂજા કર્યા વિના તુલસીના પાન તોડવા ન જોઈએ. આવું કરવાથી તમારું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે અને દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં ક્યારેય આવતી નથી.

નાશ્તો: જો તમે સવારે નાસ્તો કરી રહ્યા હોવ તો તમારે તેને અધૂરો ન છોડવો જોઈએ અને ન તો ફેંકવો જોઈએ. આમ કરવાથી ભોજનનું અપમાન થાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં વાસ કરતી નથી.

(નોંધ : ઉપરોક્ત જાણકારી સામાન્ય માન્યતા અને માહિતી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina