ઘોડા અને ભેંસ જેવા પ્રાણીઓને પોતાના ખભા ઉપર ઊંચકીને દોડે છે આ વ્યક્તિ, તાકાત જોઈને હેરાન રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા હેરત અંગેજ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે જોઈને આપણું પણ માથું ચકરાવે ચઢી જાય. ઘણા લોકો સોશિયલ મીડિયાના વાયરલ વીડિયો દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ઘોડા અને ભેંસ જેવા પ્રાણીઓને પણ ઊંચકીને દોડે છે.

આ વ્યક્તિ દુનિયાના સૌથી મજબૂત માણસોમાંથી એક છે. તમે ઘોડે સવારી કરતા તો ઘણા લોકોને જોયા હશે પરંતુ આ વ્યક્તિ ઘોડાને જ પોતાની સવારી કરાવે છે. અને ભારેખમ પ્રાણીઓને પણ પોતાના ખભા ઉપર ઊંચકી લે છે.

આ વ્યક્તિનું નામ છે દિમીત્રી ખલાદજી. તે યુક્રેનનો રહેવા વાળો છે. તે આખી દુનિયાની અંદર પોતાની તાકત માટે ઓળખાય છે.

દિમીત્રીમાં એટલી તાકાત છે કે તે એક સાથે કેટલાય લોકોને ઉંચકી શકે છે. તમે આ તસ્વીરની અંદર જ જોઈ શકો છો કે તેને કેટલા લોકોને ઉઠાવી લીધા છે.

દિમીત્રી એક વેઇટલિફ્ટર છે. તે પહેલા સર્કસમાં કામ કરતો હતો. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર તેને ઘણી તસવીરો પોસ્ટ કરી છે તે જોઈને કોઈપણ હેરાન રહી જાય.

દિમીત્રીની યુટ્યુબ ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયો છે. જેમાં તેના આ કારનામાં જોવા મળે છે. તેનો હાથ જ એવો છે જેના દ્વારા તે ખીલાને પણ દીવાલમાં ઠોકી શકે છે.

દિમીત્રી લોકોની સાથે ભારે વાહનો હાથ અને પગથી પણ ખેંચતો નજર આવે છે. એટલું જ નહીં તેને પોતાના શરીર ઉપરથી પણ ભારે વાહનો કાઢ્યા છે. ઇન્ટરનેટ ઉપર પણ તેના આ કારનામા ખુબ જ પ્રસિદ્ધ છે.

Niraj Patel