રૂંવાડા ઊભા કરી દેનારી આ તલવારબાજી ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ કરી ? જાણો વાયરલ વીડિયોની હકિકત

ફેક્ટ ચેકઃ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી ચલાવી રહ્યા છે તલવાર ? શું છે વાયરલ વીડિયોનું સત્ય ? જાણો
તલવારબાજીના કરતબ બતાવતી આ મહિલા રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારી છે ? જાણો હકિકત

એક ઈવેન્ટ દરમિયાન તલવારબાજી બતાવતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને તે બાદ કેટલાક લોકોનું કહેવું છે કે તે મહિલા રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારી છે. વીડિયોમાં ‘જો રામ કો લાયે હૈં’ અને ‘દેખો અવધ મેં’ જેવા ગીતો વાગી રહ્યા છે. ભગવા રંગના કપડાં પહેરેલા પણ ઘણા લોકો નજીકમાં જોવા મળે છે.

ડેપ્યુટી સીએમ દિયા કુમારીની રૂંવાડા ઊભા કરી દેનારી તલવારબાજી ?

આ વિડિયો પોસ્ટ કરતાં એક યુઝરે લખ્યું હતુ કે, “તમે છો…રાજસ્થાનના ડેપ્યુટી સીએમ – દિયા કુમારી જી… બસ આ જ જોશ અને ઉત્સાહ ભારતની હધી બધી દીકરીઓમાં હોય.” જો કે, ફેક્ટ ચેકમાં સામે આવ્યુ કે આ મહિલા દિયા કુમારી નથી, પરંતુ ગુજરાતમાં રહેતા નિકિતાબા રાઠોડ છે. નિકિતાબા રાઠોડે 23 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષાના કેપ્શન સાથે આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

ગુજરાતની નિકિતાબા રાઠોડ છે વીડિયોમાં દેખાતી મહિલા

નિકિતાબાના ફેસબુક પેજ પર પણ આ વીડિયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નિકિતાબાએ ગુલાબી સાડી પહેરી છે આજુબાજુમાં ભગવા રંગના કપડા પહેરેલી ઘણી વ્યક્તિઓ છે. નિકિતા બા અનુસાર, આ વીડિયો 22 જાન્યુઆરીએ અમદાવાદના નરોડામાં આયોજિત એક કાર્યક્રમનો છે.

દિયા કુમારી

અમદાવાદના નરોડામાં આયોજિત એક કાર્યક્રમનો છે વીડિયો

આ કાર્યક્રમમાં રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને 11 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. નિકિતાબા છેલ્લા પાંચ વર્ષથી ક્ષત્રિય સમાજના બાળકોને તલવારબાજીની વિનામૂલ્યે તાલીમ આપી રહ્યા છે. ત્યારે હકિકત એ છે કે તલવારબાજી કરતી દેખાતી મહિલા રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારી નહીં પણ ગુજરાતની નિકિતાબા રાઠોડ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitabaa Rathod (@nikitabaa_rathod)

Shah Jina