સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટની સ્ટારર યોદ્ધાનું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે, ટ્રેલર રીલિઝ થયા બાદથી સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 15 માર્ચે રીલિઝ થઇ રહ્યા છે, ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ આ દિવસોમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ થોડા દિવસ પહેલા સિદ્ધાર્થ, રાશિ અને દિશા પ્રમોશન માટે દિલ્લી પહોંચ્યા હતા.
આ દરમિયાનનો દિશાનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે આઇસક્રીમનો લુત્ફ ઉઠાવતી જોવા મળી. આ દરમિયાન તેણે રેડ ડીપનેક મીની ડ્રેસ પહેર્યો હતો અને આ લુકમાં તે ખૂબસુરત અને હોટ લાગી રહી હતી. દિલ્હીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટનીને જોઈને ચાહકોના ચહેરા ચમકી ઉઠ્યા હતા.
ત્રણેયએ દિલ્હીમાં ખૂબ મજા કરી હતી. દિશાની વાત કરીએ તો તેણે એક દુકાનમાંથી આઈસક્રીમ ખરીદીને ખાધી હતી. જણાવી દઈએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીનો રહેવાસી છે અને તેણે દિશાને દિલ્હીમાં આઈસ્ક્રીમ ખવડાવ્યો. વીડિયોમાં આઇસક્રીમ ખાધા બાદ દિશાના ચહેરા પર કમાલના એક્સપ્રેશન જોવા મળ્યા.
View this post on Instagram