ટીવી એક્ટ્રેસ દિશા પરમારે દીકરી નવ્યા સાથે શેર કરી તસવીરો, લાડલી પર પ્રેમ વરસાવતી જોવા મળી એક્ટ્રેસ

મમ્મી દિશા પરમાર સાથે પોઝ આપતી નાનકડી નવ્યા વૈદ્ય પર આવ્યુ બધાનું દિલ, પપ્પા રાહુલની કાર્બન કોપી છે નવ્યા- જુઓ તસવીરો નીચે

ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’થી લોકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી દિશા પરમારને કોઈ ઓળખની જરૂર નથી. સિંગર અને બિગ બોસ 14 રનર અપ રાહુલ વૈદ્યની પત્ની દિશા અવાર નવાર લાઈમલાઈટમાં રહે છે. જ્યારથી રાહુલ અને દિશાએ તેમની લાડલી નવ્યાનો ચહેરો જાહેર કર્યો છે ત્યારથી તેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે.

દિશા ખાસ તેની પુત્રી નવ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાને કારણે હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હાલમાં દિશા પરમારની તેની લાડલી નવ્યા સાથેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે નવ્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈ ચાહકો રાહુલને મિસ કરી રહ્યા છે.

દિશા પરમારે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે તેની નાની રાજકુમારી નવ્યા સાથે પોઝ આપતી જોવા મળી. આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- વાહ, તે ખૂબ જ સુંદર છે, તે તેના પિતા જેવી લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું- પપ્પાની રાજકુમારી ખૂબ જ ક્યૂટ છે, તે તેના જેવી જ દેખાય છે. ઘણા યુઝર્સ નવ્યાને રાહુલની કોપી કહી રહ્યા છે.

જણાવી દઇએ કે, દિશા પરમાર ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી એક્ટિવ છે. જો કે પુત્રી નવ્યાના જન્મ બાદથી તે અભિનયની દુનિયાથી અંતર જાળવી રહી છે. આ પહેલા તે બડે અચ્છે લગતે હૈં-2, પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા અને વો અપના સા જેવી સિરિયલો માટે જાણીતી છે.

Shah Jina