‘પોતે ડિઝાઇનર ડ્રેસ પહેર્યો અને નણંદને બેકાર કપડા પહેરાવી દીધા’ સબાના રિસેપ્શન લુક પર ખરાબ રીતે ટ્રોલ થઇ દીપિકા કક્કર

નણંદ સબાનો રિસેપ્શન લુક ખરાબ કરવા પર દીપિકા કક્કર પર ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ, બોલ્યા- શરમ આવવી જોઇએ ! તે…

યૂટયૂબર સબા ઇબ્રાહિમના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. આ લગ્નએ ઘણી ચર્ચાઓ જગાવી હતી. બધા જ ફંક્શનને સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ મળી. ત્યાં લગ્ન બાદ 15 નવેમ્બરના રોજ સબા અને તેના શોહર ખાલિદ નિયાઝનું ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન મુંબઇમાં યોજાયુ હતુ. અહીં ટીવી ટાઉનના સ્ટાર્સે હાજરી આપી હતી. નણંદ સબાના લગ્નના દરેક ફંક્શનને ખાસ બનાવવા તેની ભાભી અને પોપ્યુલર અભિનેત્રી દીપિકા કક્કરે કોઇ કસર છોડી ન હતી.

પરંતુ તેમ છત્તાં પણ દીપિકાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. દીપિકાને સબાના રિસેપ્શન લુકને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. રિસેપ્શન પાર્ટીમાં દીપિકા ઇન્સ્ટા લાઇવ થઇ હતી. વીડિયોમાં સબાની તેના શોહર સાથે વેન્યુ પર એન્ટ્રી થઇ રહી છે. ન્યુલી વેડ સબાએ શોહર સાથે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. શોએબ ઇબ્રાહિમે બહેનની ખુશીમાં ખૂબ ડાન્સ કર્યો હતો. દીપિકા પણ નણંદની ખુશીમાં ઘણી ખુશ હતી.

પરંતુ સબાનો શાઇની રિસેપ્શન આઉટફિટ લોકોને સમજમાં ના આવ્યો. સબાઅ બ્રાઇટ પર્પલ કલરનું ગાઉન પહેર્યુ હતુ અને તેને દુપટ્ટા સાથે ટીમ અપ કર્યુ હતુ. ગળામાં હેવી ચોકર નેકપીસ, લાઉડ મેકઅપ અને ઇયરિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગાઉનમાં ગોલ્ડન કારીગરી કરવામાં આવેલી હતી. જો કે, ક્યાંકને ક્યાંક સબા આ આઉટફિટમાં થોડી અસહજ અનુભવી રહી હતી. પેપરાજીને પોઝ આપતા સમયે તેની અસહજતા ચહેરા પર ઝલકી હતી.

સબાનો રિસેપ્શન લુક ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યો અને તેમણે દીપિકાની ક્લાસ લગાવી દીધી. એક યુઝરે લખ્યું- સબાનો ડ્રેસ સારો નથી લાગી રહ્યો. સની, શોએબ, દીપિકા બધા સારા દેખાઈ રહ્યા છે. માત્ર દુલ્હનના આઉટફિટનો રંગ આંખોમાં ખૂચે છે. દીપિકા પર કટાક્ષ કરતા યુઝરે લખ્યું- માફ કરજો દીપિકા, પણ તમે ઘણું ખોટું કર્યું, ચાંદની ચોકમાં આનાથી સારો ડ્રેસ મળી શક્યો હોત. તમે સબાના ખાસ દિવસને બગાડ્યો, આ અપેક્ષા નહોતી,

મુંબઈના રિસેપ્શનમાં આ રીતે કરવાની જરૂર નહોતી. સબાનો આખો લુક બગડી ગયો હતો. તમને શરમ આવવી જોઈએ. મોટાભાગના લોકોનું માનવું છે કે દીપિકાએ સબાના લુકને બગાડ્યો છે. લોકો કહે છે- દીપિકાએ પોતે ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો અને સબાને આવા કપડા પહેરાવ્યા હતા. યુઝર્સે સબાના લુકને આંટી લુક પણ કહ્યો હતો. લોકોને સબાના ડ્રેસનો બ્રાઈટ કલર પસંદ ન આવ્યો. એકે લખ્યુ- સબાના લગ્નની આખી મસ્તી બગાડી, ડ્રેસિંગ સેન્સ નથી,

સબા દુલ્હન કરાત રીંગણ વધુ લાગે છે, નબળી પસંદગી, ગરીબ સ્ત્રી…આવી અનેક કમેન્ટ્સ પર દીપિકાને ટોણા મારવામાં આવી રહ્યા છે અને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. દીપિકાની વાત કરીએ તો તેણે નણંદના રિસેપ્શનમાં વ્હાઈટ ગાઉન પહેર્યું હતું અને તેને દુપટ્ટા સાથે કેરી કર્યું હતું. આ આઉટફિટમાં દીપિકા અદભૂત લાગી રહી હતી. શોએબ પણ હેન્ડસમ દેખાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika)

Shah Jina