“મેં સીતાનો રોલ જીવ્યો છે, પરંતુ આજની અભિનેત્રીઓ તો…” ડાયરેક્ટર દ્વારા કૃતિ સેનનને કિસ કરવા પર દીપિકા ચીખલીયાનું નિવેદન આવ્યું સામે… જુઓ શું કહ્યું ?

“આદિપુરુષ”ના ડાયરેક્ટર દ્વારા ફિલ્મની સીતાને મંદિરમાં જ કિસ કરવાને લઈને બગડ્યા “રામાયણ”ના સીતા દીપિકા ચીખલીયા, કહી દીધી આ વાત.. જુઓ

Dipika Chikhlia Reacts to Kriti Sanon : થોડા દિવસમાં જ રામાયણ પર  બની રહેલી ફિલ્મ “આદિપુરુષ” રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયું અને દર્શકોએ ટ્રેલર ખુબ જ પસંદ પણ આવ્યું છે. પરંતુ હાલ આ ફિલ્મના પાત્રો એક વિવાદમાં સપડાયા છે. “આદિપુરુષ”ની પ્રી-રીલીઝ ઈવેન્ટ પછી, ઓમ રાઉત અને કૃતિ સેનનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયો તિરુમાલાનો છે. જેમાં ઓમ કૃતિને કારની નજીક છોડીને તેના ગાલ પર ચુંબન કરીને ગુડબાય કહે છે. તેમના આ ઈશારાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પર હવે અભિનેત્રી દીપિકા ચિખલિયાનું નિવેદન સામે આવ્યું છે. દીપિકાએ રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી હતી.

આજે પણ તેને માતા સીતા જેવું સન્માન મળે છે. દીપિકાએ કૃતિ સેનન અને ઓમ રાઉત વચ્ચેના આ વિવાદ પર વાત કરી હતી. આજતક સાથે વાત કરતાં તેણે કહ્યું કે “હું માનું છું કે આજના કલાકારોની સમસ્યા એ છે કે તેઓ નવા પાત્રને સમજી શકતા નથી અને તેની લાગણીઓ સાથે મેળ કરી શકતા નથી. તેમના માટે ‘રામાયણ’ માત્ર એક ફિલ્મ છે. તે તે પાત્ર સાથે આધ્યાત્મિક સ્તરે જોડતો નથી.”

દીપિકાએ વધુમાં કહ્યું કે, “કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે. આજના સમયમાં કોઈને ચુંબન કરવું કે ગળે લગાડવું એ એક મીઠી ચેષ્ટા માનવામાં આવે છે. તે પોતાને સીતાજી નથી સમજી રહી. તે લોકોની લાગણીઓ સાથે જોડાયેલ છે. મેં સીતાનો રોલ જીવ્યો છે પણ આજની અભિનેત્રીઓ તેને માત્ર એક રોલ જ માને છે. એકવાર ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી તેને તે પાત્રની પરવા નથી.”

રામાનંદ સાગરની ‘રામાયણ’ના શૂટિંગના સમયને યાદ કરતાં દીપિકાએ કહ્યું, “જો હું મારા સમય વિશે કહું તો, સેટ પર અમને અમારા નામથી બોલાવવાની કોઈની હિંમત નહોતી. જ્યારે અમે અમારા પાત્રોમાં હતા ત્યારે ઘણા લોકો અમને મળવા આવતા અને અમારા ચરણ સ્પર્શ કરતા. તે ખૂબ જ અલગ સમય હતો. તે સમયે લોકો અમને કલાકાર તરીકે જોતા ન હતા, તેઓ અમને ભગવાન માનતા હતા. અમે એકબીજાને ગળે પણ લગાવી નહોતા શકતા.”

દીપિકાએ આગળ એમ પણ કહ્યું કે, “આદિપુરુષ’ના નિર્માતાઓ હાલમાં તેમના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. કદાચ રિલીઝ થયા પછી તે આ પાત્રને ભૂલી જાય. પરંતુ આવી વસ્તુઓ અમારી સાથે થઈ નથી. અમને ભગવાન માનવામાં આવે છે. એટલા માટે અમે ક્યારેય એવું કંઈ કર્યું નથી જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. “

Niraj Patel