ભયાનક રોડ અકસ્માત ! પિકઅપ પલટી, 14 લોકોના મોત…CMએ જતાવ્યુ દુખ – જુઓ વીડિયો

ગઈકાલે રાત્રે ઝારખંડના જામતાડા રેલવે સ્ટેશન નજીક સૌથી મોટો રેલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશનની વચ્ચેના કાલાઝરિયા રેલવે સ્ટેશન નજીક એક ટ્રેનની નીચે અનેક લોકો આવી ગયાના અહેવાલ છે, જેમાં ડઝનથી વધુ લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં ચારનાં મૃતદેહ મળ્યા છે, પરંતુ રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગઈકાલે ઝારખંડના જામતારામાં બુધવારે સાંજે 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ટ્રેનની અડફેટે બે લોકોના મોત થયા છે. જેમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે જયારે અંદાજે 6 લોકોની હાલત ખુબ જ નાજુક છે. મીડિયાને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અચાનક બ્રેક ડાઉન થવાને કારણે ટ્રેન ઉભી રહી ગઈ પછી ટ્રેનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને મુસાફરો નીચે ઉતરી ગયા હતા અને અહીં-તહીં દોડવા લાગ્યા હતા. આ દરમિયાન બીજી ટ્રેન આવી, જેણે ઘણા લોકોને ટક્કર મારી.

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં મધ્યપ્રદેશના ડિંડોરીમાંથી રોડ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. બડઝર ઘાટ પર એક પીકઅપ નિયંત્રણ બહાર જઈને પલટી જતાં 14 લોકોના મોત થયા છે. જેમાં 6 પુરુષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ રોડ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા હતા, જેને શહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યના સીએમ મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો શહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના અમાહી દેવરી ગામથી મસૂરઘુઘરીના રહેણાંક વિસ્તારમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.

બડઝાર ઘાટ પર પરત ફરતી વખતે પીકઅપ વાહનની બ્રેક બગડી અને કાબુ બહાર જઈને વાહન 20 ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર, બિછીયા ચોકા પાસે આ અકસ્માત થયો હતો. મુખ્યમંત્રીની સૂચનાથી કેબિનેટ મંત્રી ડીંડોરી પહોંચ્યા હતા.પોલીસે અજમેર ટેકામના રહેવાસી પીકઅપ માલિક કરોંદીને કસ્ટડીમાં લીધો છે.વાહનનો વીમો અને ફિટનેસ એક્સપાયર થઈ ગઇ હોવાની માહિતી સામે આવી રહી છે.

Shah Jina